પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય 132 વર્ષથી સતત કાર્યરત રાખવામાં ભૂતકાળનાં પ્રમુખ-મંત્રી-કારોબારી સભ્યોનું મહત્વનું યોગદાન રહ્યું છે. ચાલુ વર્ષ 2022-23ના કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે ડો.શૈલેષ બી. સોમપુરાની વરણી કરવામાં આવી છે. જયારે મંત્રી તરીકે મહાસુખભાઇ મોદી, ખજાનચી - રાજેશભાઇ પરીખ, ઉપપ્રમુખ - ડો.આશુતોષ પાઠક, સહમંત્રી - ડો. પારસભાઇ ખમારની વરણી કરવામાં આવી છે.
કારોબારી સભ્યો તરીકે કમલેશભાઇ સ્વામી, ડો.વિમલભાઇ ખમાર, નગીનભાઇ ડોડીયા, ચેતનભાઇ દેસાઇ, કેશવલાલ ઠક્કર, અંબરનાથ મોદી, માર્તિકભાઇ દલવાડી, સુનીલભાઇ પાગેદાર, નટુભાઇ દરજી અને કમલેશભાઇ વ્યાસની વરણી કરવામાં આવી છે. જ્યારે સલાહકાર સમિતિમાં જયેશભાઇ વ્યાસ,રમેશભાઈ ગોલે અને સુરેશભાઇ દેશમુખની નિમણુંક કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.