તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Injustice With 4,000 Candidates From Patan District Over Recruitment Of Youth In Indian Army, Presented To District Collector

આવેદનપત્ર:ભારતીય સેનામાં યુવાનોની ભરતીને લઇ પાટણ જિલ્લાના ચાર હજાર ઉમેદવારો સાથે અન્યાય, જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઇ

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર હજાર ઉમેદવારોના ભવિષ્યને લઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ
  • ઉમેદવારોનાં હિતમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચિમકી

ભારતીય સેનામાં પાટણ જિલ્લાના ભરતી વાંચ્છુક ઉમેદવારો સાથે નોટીફીકેશન ભરતી પ્રક્રિયામાં અન્યાય થવાની બાબતને લઈ સોમવારના રોજ જિલ્લાના ઉમેદવારોએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષે ગોધરા ખાતે આવેલા ભારતીય સેનામાં યુવાનોની ભરતી કરવા માટે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો અમદાવાદ કચેરી ખાતે સમાવેશ કરવામાં આવતો હતો, પરંતુ તાજેતરમાં અમદાવાદ ભારતીય સેના વિભાગ દ્વારા પાટણ જિલ્લાને બાકાત કરવામાં આવતા જિલ્લાના આશરે ચાર હજાર ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

સોમવારના રોજ ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યા મુજબ, અમદાવાદ આર્મી વિભાગ દ્વારા આગામી ઓગસ્ટ મહિનામાં ભારતીય સેનાની નોટીફીકેશન ભરતી પ્રક્રિયા યોજાવાની છે. જેમાં પાટણ જિલ્લાનો જામનગર ખાતે સમાવેશ કરવામાં આવ્યો છે. જેની નોટીફીકેશન ભરતી 2022માં યોજાવાની છે. જેને લઇ પાટણ જિલ્લાના ભરતી વાંચ્છુક ઉમેદવારોની વયમર્યાદા પણ પુરી થવા જઈ રહી છે. ત્યારે આવા ઉમેદવારોનો અમદાવાદ આર્મી વિભાગમાં ભરતી પ્રક્રિયા માટે સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા પ્રશાસનને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

અગાઉના વર્ષોમાં અમદાવાદ આર્મી વિભાગ દ્વારા મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવતો હતો, પરંતુ ઓગસ્ટ મહિનામાં યોજાનાર ભારતીય સેનાની ભરતી પ્રક્રિયામાં પાટણ જિલ્લાને બાકાત કરતાં જિલ્લાના ચાર હજાર જેટલા ઉમેદવારો ભરતીથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે. ત્યારે આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી ઉમેદવારોમાં માગ પ્રબળ બનવા પામી છે અને આ માટે આંદોલન કરવાની પણ ઉમેદવારો એ ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...