પરિણામ:હારીજ માર્કેટયાર્ડની ખેડૂત વિભાગની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ભગા ચૌધરીની પેનલનો વિજય

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હારીજ તાલુકા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર દેસાઈને માત્ર 21 મત મળતા કારમો પરાજય

હારીજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની 10 બેઠકોની ચૂંટણીની મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વર્તમાન ચેરમેન ભગા ચૌધરીની પેનલનો વિજય થયો છે. જ્યારે તાલુકા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર દેસાઈને માત્ર 21 મત મળતા તેઓનો કારમો પરાજય થયો હતો. તો વેપારી વિભાગની ચાર બેઠકો અને ખરીદ વેચાણ વિભાગની બે બેઠક બિનહરીફ થઇ છે. પાટણના હારીજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ખેડૂત વિભાગની 10 બેઠકો માટે સોમવારે ચૂંટણી યોજાઈ હતી. 11 ઉમેદવારો માટે મતદાન થયું હતું. જેમાં 862માંથી 689 મતદારોએ મતદાન કરતા 80 ટકા જેટલું મતદાન થયું હતું.

મંગળવારે સવારે 8:00 કલાકે મતગણતરીનો પ્રારંભ થયો હતો બપોરે સુધી મત ગણતરી ચાલી હતી. જેમાં વર્તમાન ચેરમેન ભગાભાઈ ચૌધરીની પેનલના તમામ 10 ઉમેદવારોનો વિજય થયો હતો. જ્યારે તાલુકા ભાજપ પ્રમુખ દેસાઈ રાજેન્દ્રભાઈ મગનભાઈને માત્ર 21 મત મળતા તેમનો પરાજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...