તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીમાં આયુર્વેદિક ઉપચાર માટે લોકોમાં વિશ્વસનીયતા વધતા પાટણ આયુર્વેદિક હોસ્પિટલમાં કોરોના બાદ ઓપીડીમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ માસમાં 18,465 દર્દીઓએ સારવાર લીધી છે. કોરોના સંક્રમણથી બચવા માટે હોસ્પિટલ દ્વારા 12.31 લાખથી વધુ આયુર્વેદિક ઉકાળાના ડોઝ લોકોને પીવડાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ફક્ત દવાઓ જ નહીં પરંતુ લાંબા ગાળાની અનેક બીમારીઓના ઉપચાર માટે પંચકર્મ દ્વારા પણ સારવાર કરવામાં આવી રહી છે. જેના અનેક સારા પરિણામ દર્દીઓને મળી રહ્યા છે.
પાટણ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં શહેર સહિત જિલ્લાભરમાંથી લાંબા ગાળાની તાવ, શરદી, પેટ સહિતના દુખાવા તેમજ અન્ય બીમારીઓની સારવાર માટે હોસ્પિટલમાં કોરોના બાદ ખાનગી હોસ્પિટલોમાં જવાના બદલે આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે લોકોનો ઘસારો વધી રહ્યો છે. પહેલા હોસ્પિટલમાં મર્યાદિત સંખ્યામાં લોકો સારવાર માટે આવતા હતા પરંતુ કોરોનાના ભયને લઈ લોકોનો ઘસારો વધ્યો છે.
2020ના આંકડા | ||
મહિનો | ઓપીડી | ઉકાળા |
એપ્રિલ | 1581 | 267684 |
મ | 2,269 | 149624 |
જૂન | 2507 | 164555 |
જુલાઈ | 2629 | 235096 |
ઓગસ્ટ | 1962 | 148,375 |
સપ્ટેમ્બર | 2643 | 115816 |
ઓક્ટોમ્બર | 2551 | 77249 |
નવેમ્બર | 2234 | 72927 |
કુલ | 14465 | 1231326 |
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.