લોકોને ન્હાવાની મજા:પાટણના અનાવાડા પાસેથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણીનો અવિરત પ્રવાહ

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ નજીક અનાવાડા ગામ પાસેથી પસાર થતા સરસ્વતી નદીના પટમાં પાણીના વહેણ પુરજોશમાં વહી રહ્યા છે. ઉપરવાસમાં પાણીનો આવતો અવિરત ચાલુ હોઇ શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતા વિવિધ પટ અને વહોળાઓમાં અવિરતપણે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. જ્યાં લોકો નહાવાની પણ મજા માણી રહ્યા છે.

400 ક્યુસેકથી વધુ પાણી છોડાયું
પાટણ શહેર સહિત ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે સાર્વત્રિક મેઘમહેર થતાં ડેમ અને જળાશયોઓની પાણીની સપાટી ઓવરફ્લો થતા હાલમાં સરસ્વતી બેરેજમાં 400 ક્યુસેકથી વધુ પાણીનો આવરો છોડવામાં આવ્યો છે. જેને લઇ પાટણની સરસ્વતી નદી સહિત પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતા નદીના પટમાં પાણીના વહેણ પુરજોશમાં વહી રહ્યા છેય જેમાં ફાટીપાળ દરવાજા બહાર બાવાહાજી, કોટડા નાળા, તેમજ અનાવાડા ગામ નજીકથી પસાર થતા પટમાં પાણીનો પ્રવાહ વધુ પ્રમાણમાં વહેતા આ પાણી હાલમાં રોડ પરથી પસાર થઇ રહયા છે. તો ઘણા વર્ષો બાદ અનાવાડા ગામ નજીકના પટમાં પાણીનો પ્રવાહ વધતા લોકો ન્હાવાની પણ મજા માણી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...