તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પાટણમાં ઠાકોર સમાજ કર્મચારી મંડળ સંચાલિત સદારામ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન

નાયતા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ કોહીનુર એવન્યુ ખાતે ઠાકોર સમાજ કર્મચારી મંડળ સંચાલિત શ્રી સદારામ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન સંત શ્રી દાસબાપુ (સંત શ્રી સદારામ આશ્રમ ટોટાણા કાંકરેજના હસ્તે કરવ્યું હતું. ઠાકોર સમાજ શિક્ષણમાં પાછળ ન રહે તે માટે સંતો અને આગેવાનો ચિંતા કરતાં હતાં. હવે યુવા પેઢી અને વિધાથીર્ઓને ઉજાગર કરવા સમાજના શિક્ષિત કર્મચારીઓ આગળ આવી શિક્ષણની જ્યોત આગળ વધારવા અને યુવા પેઢીને મદદરૂપ થવાય તે હેતુથી પ સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરવા માટે લાયબ્રેરીનું રવિવારે નિર્માણ કર્યું હતું.

પાટણ જિલ્લા ઠાકોર સમાજના કર્મચારી મિત્રો દ્વારા ફાળો એકત્ર કરીને સમાજના સૌ શિક્ષિત યુવાનોના સાથ સહકારથી 100 વિધાથીર્ઓની બેઠક વ્યવસ્થા અને દરેક જાહેર પરીક્ષાના પુસ્તકો ધરાવતી લાઈબ્રેરી ખુલ્લી મુકવામાં આવી હતી.ગુજરાતના સમ્રાટ સંત સદારામ બાપુના આશિર્વાદથી સમાજમાં બીજી લાઈબ્રેરીનું નિર્માણ થયું. આ પ્રસંગે પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પાટણ બિલ્ડર બેબાશેઠ, બાગાયત અધિકારી પાટણ મુકેશભાઈ ગલવાડીયા અને નિવૃત્ત મામલતદાર કડવાજી ઠાકોર કશ્યપભાઈ અમીન -હોન્ડા શો રૂમ પાટણ અને સમાજના સૌ કર્મચારી મિત્રો સમાજના શિક્ષિત યુવાનો વિધાથીર્ઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...