તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્ઘાટન:પાટણની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સબરીમાલાનું પાટીલના હસ્તે ઉદ્ઘાટન, વિવિધ સુવિધાઓ અંગે જાણકારી મેળવી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં મેડિકલ નગરી તરીકે જાણીતા પાટણ શહેરમાં એમ કે ગ્રૂપ દ્વારા નિર્મિત સબરીમાલા હોસ્પિટલનું રવિવારનાં રોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સી.આર.પાટીલે ઉદઘાટન કયૉ બાદ અદ્યતન મેડીકલ સેવાઓ સાથે નિર્માણ પામેલ સબરીમાલા હોસ્પિટલના વિવિધ વિભાગો અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. હોસ્પિટલના આયોજક મુકેશભાઈ કે પટેલે સમગ્ર હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખને માહિતગાર કરવામાં આવ્યા હતા. માતરવાડી ખાતે આવેલ એમ કે શૈક્ષણિક સંકુલ ખાતે પ્રદેશ અધ્યક્ષ પાટીલે હાજરી આપી હતી અને મુકેશભાઈ પટેલને તેમના નવીન સાહસ બદલ શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, પ્રદેશ મહામંત્રી અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગાંધીનગરના પ્રભારી મોહનભાઈ પટેલ, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ માયાબેન ઝાલા અને મોટી સંખ્યામાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાટણના પ્રતિષ્ઠિત તબીબો, પ્રબુદ્ધ નગરજનો અને મોટી સંખ્યામાં એમ કે શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મુકેશભાઈ પટેલને નવી સાહસ બદલ શુભકામનાઓ પાઠવી હતી અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...