તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Inaccessible Overview Of Manorath Darshan Of Lord Jagannath's Boating In Patan For The First Time Held At The Temple Premises

રથયાત્રાની તૈયારી:પાટણમાં ભગવાન જગન્નાથના નૌકાવિહારના મનોરથ દર્શનની અલભ્ય ઝાંખી પ્રથમવાર મંદિર પરિસર ખાતે યોજાઈ

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિર પરિસરમાં પાણી ભરેલા પાત્રમાં નૌકા મુકી તેમાં ભગવાન જગન્નાથને બીરાજમાન કરવામાં આવ્યા

સમગ્ર ભારત વર્ષમાં જગન્નાથપુરી અને અમદાવાદ બાદ ત્રીજા નંબરે આવતી પાટણની રથયાત્રાને લઇ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રા પૂર્વે યોજાતા વિવિધ ધાર્મિક પ્રસંગો અને પૂજાવિધીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી 12મી જુલાઈના રોજ યોજાનાર જગતનિયતાની 139મી રથયાત્રાને લઈ ધર્મપ્રેમી જનતામાં ભારે ઉત્સાહ અને ઉન્માદ જોવા મળી રહ્યો છે.

મંદિર પરિસર ખાતે ભગવાનની નેત્ર પૂજાવિધી પૂર્ણ થયા બાદ આજે બીજા દિવસે ભગવાન જગન્નાથ સહિત તેમના પરીવારના નૌકાવિહારના મનોરથ દર્શનની અલભ્ય ઝાંખી પ્રથમવાર મંદિર પરિસર ખાતે યોજાઈ હતી. જગતનો નાથ માનવરૂપિ જીવનનૈયાને જે રીતે પાર ઉતારે છે તેવો ભાવ પ્રગટ કરવા ભકતો દ્વારા મંદિર પરિસર ખાતે પાણી ભરેલા પાત્રમાં નૌકા મુકી તેમાં ભગવાન જગન્નાથ સહિત તેમના પરીવારજનોને બીરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારે સૃષ્ટિનો તારણહાર જીવોને તારે છે તેમ આજે ભકતો જાણે ભગવાનને નૌકામાં બેસાડી કોરોના રુપી સમુદ્રમાંથી સૌ કોઈને પ્રભુ ઉગારે તેવો ભાવ પ્રગટ કર્યો હતો.

આ પ્રસંગે પ્રતિકરુપે ભગવાન જગન્નાથની રથયાત્રાની સુંદર ઝાંખીના ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તે રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરુપે સમિતિના ઉત્સાહી ભકતો દ્વારા સમગ્ર મંદિર પરીસર સહિત આસપાસના વિસ્તારને રંગબેરંગી રોશનીથી ઝળહળીત કરવામાં આવ્યો છે. જેને લઇ રાત્રિ દરમિયાન શ્રદ્ધાળુ ભકતો મંદિરની રોશની નિહાળવા સહિત પ્રભુના દર્શન માટે આવી રહ્યા છે. તો ગતરોજ અગીયારસની રાત્રિએ મહિલા મંડળની બહેનો દ્વારા જગતનિયતાના ભજનર્કિતની રસલહાણ વહેવડાવવામાં આવી હતી. જ્યાં સૌ કોઇએ સરકારની ગાઇડલાઇન સાથે ભજનકિર્તન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત જગન્નાથ સહિત તેમનો પરિવાર જે રથમાં બીરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે તે ત્રણેય રથોનું સમારકામ અને સાફ સફાઇ હાથ ધરવામાં આવી હતી . નોંધનીય છે કે, પ્રતિવર્ષે આ ત્રણેય રથોનું સમારકામ મુસ્લિમ પરીવારના એક કારીગર દ્વારા ધર્મ - જાતિના ભેદભાવને ભુલીને ભાઇચારાની ભાવનાથી કરવામાં આવે છે. ત્યારે પાટણમાં હિન્દુ અને મુસ્લિમ પરીવારના પ્રત્યેક તહેવારો કોમી એખલાસની ભાવના સાથે સંપન્ન થાય છે.

અન્ય સમાચારો પણ છે...