પાટણ જિલ્લામા ચાણસ્માના ઝીલિયા, પાટણના ડાભડી અને સાંતલપુરના ઝઝામ ગામે શ્રાવણિયો જુગાર 15 શકુનિને રૂ.35530ની રોકડ સાથે પકડી પાડી તમાત સામે પોલીસ મથકે કાર્યવાહી કરાઈ હતી. ચાણસ્મા તાલુકાના ઝિલીયા ગામે સ્મશાનના ચબૂતરાની બાજુમાં જુગાર રમતાં 4 શખ્સોને રૂ.6610ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.ચાણસ્મા પોલીસ મથકે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પાટણ તાલુકાના ડાભડી ગામે જુગાર રમતા સાત શકુનિને રૂ.26410ની રોકડ પકડી બાલીસણા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે જુગાર રમતાં 4 શુકુનિને રૂ.2520ની રોકડ સાથે પકડી પાડી સાંતલપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.
જુગાર રમતાં ઝડપાયેલા શખ્સો
ઝીલિયા : જીતેન્દ્ર ડાયાભાઈ પરમાર, મહેન્દ્ર શંભુભાઈ રાવળ, અશ્વિનજી લાલજી ઠાકોર, અરવિંદજી દીવાનજી ઠાકોર રહે.તમામ ઝિલીયા
ડાભડી : જયંતિ ઈશ્વરભાઈ પટેલ, ખોડાજી તલાજી ઠાકોર, રસિક કરશનભાઈ પટેલ, જયંતિ મણીલાલ પટેલ, ઘનશ્યામસિંહ બાબુજી વાઘેલા, વિક્રમસિંહ પોપટજી વાઘેલા, અશોકજી ઉદાજી વાઘેલા રહે.તમામ ડાભડી
ઝઝામ : રમેશ મફાભાઈ સોલંકી, સદામ હાજીભાઈ સિપાઈ, સેંધા સુડાભાઈ ઠાકોર, મુસ્તાક કાસમભાઇ સિપાઈ રહે.તમામ ઝઝામ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.