તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:પાટણ પાલિકાના વોર્ડ નંબર 2 અને 3 માં 17 હરીફ ઉમેદવાર હોઈ બે બેલેટ મશીન મુકાશે

પાટણ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક બેલેટમાં 15 બટન હોય છે, જેમાં 14 ઉમેદવાર અને એક નોટા
 • વોર્ડ 2 માં 10 મતદાન મથકો હોઈ 20 બી.યુ અને વોર્ડ 3 માં 9 મતદાન મથકો હોઈ 18 બી.યુ ગોઠવાશે

પાટણ પાલિકાની ચૂંટણીમાં બે વોર્ડમાં બેલેટ યુનિટ મશીનના બટન કરતા ઉમેદવારો વધી જતા બન્ને વોર્ડના મતદાન મથકો પર બે - બે બેલેટ મશીન મુકવાની ફરજ પડશે. પાલિકામાં કુલ 11 વોર્ડમાં 1.23 લાખ મતદારો માટે 121 મતદાન મથકો ફાળવામાં આવ્યા છે. જેમાં દરેક વોર્ડમાં 9 થી 11 મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે.

ચૂંટણીમાં મતદાન સમયે ઉમેદવારોના ચિહન અને નામ પ્રદર્શિત થતા બેલેટ યુનિટ મશીનમાં 14 બટન અને એક નોટા મળી કુલ 15 જ બટન આવેલા હોય છે. ત્યારે જે પણ બેઠકમાં 14 કરતા વધુ હરીફ ઉમેદવારો ન હોય તો એક જ બેલેટ યુનિટમાં તેમનો સમાવેશ થઇ જતા મતદાન મથકો પર એક જ સી.યુ અને બી.યુ મશીન મુકતા હોય છે. પરંતુ પાટણ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 અને 3 માં 17 હરીફ ઉમેદવારો છે. જેથી બન્ને વોર્ડમાં 14 થી વધુ હરીફ ઉમેદવારો થતા બન્ને વોર્ડના મતદાન મથકો પર કાઉન્ટિંગ યુનિટ એક પરંતુ મતદાન માટે બેલેટ યુનિટ બે - બે ગોઠવવા પડશે.

જેમાં એક બેલેટ યુનિટમાં 14 અને બીજા બેલેટ યુનિટમાં 3 અને એક નોટાનું બટન એક સાથે મતદારો જોઈ શકે તે રીતે બે બેલેટ યુનિટ જોડે જોડે મત કુટિરમાં રાખવામાં આવશે. વોર્ડ 2 માં 10 મતદાન મથકો હોઈ 20 બી.યુ અને વોર્ડ 3 માં 9 મતદાન મથકો હોઈ 18 બી.યુ ગોઠવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો