તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:પાટણ શહેરના વોર્ડ 7માં નગર સેવકોએ રસ્તાના કામ માટે જમીન મેપીંગ કરાવ્યું

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નગર પાલિકાના કર્મચારીઓને વિવિધ કામ માટે સૂચનો કર્યાં

પાટણ નગરપાલિકાના વોર્ડ નં.૭ ના નગરસેવકોએ વોર્ડમાં આવેલ પંચોલીપાડામાં નવિન બ્લોક પેવિંગ કામ, જ્યારે રત્નમણિ સોસાયટી, શિવ ગંગા સોસાયટી માં નવિન સી.સી. રોડ માટે મેપીંગ કરાવ્યું હતું. તિરૂપતિ ટેનામેન્ટ ભાગ 2 માં નવિન પાણીની પાઇપ લાઇન માટે તેમજ સરદાર પટેલ બાગમાં સ્વચ્છતા તેમજ રખરખાવ સારી રીતે થાય તે માટે સંબધિત શાખાના કર્મચારીઓને સાથે રાખી સૂચના આપી હતી.

આ ઉપરાંત શહેરની કર્મભુમિ સોસાયટી, શીશ બંગલોઝ, ઉત્સવનગર, ત્રિભોવન પાર્ક, સારથી રેસીડેન્સી, પદ્મપાર્ક, મીનળપાર્ક, ભવાનીપાર્ક, શિવગંગા બંગલોઝ, રાધે ફ્લેટ અને સુરમ્ય બંગ્લોઝ ના રહીશોની ટેલીફોન એક્સચેન્જથી લીલીવાડી જતા જાહેર માર્ગની આજુબાજુ પડેલ માટી અને કચરાના ઢગલા સફાઈ કરવાની રજૂઆત અન્વયે સોસાયટીના અગ્રણી રહીશોને સાથે રાખી સ્વચ્છતા કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો