નિર્ભય મતદાન કરાવવાનો પ્રયાસ:પાટણ જિલ્લામાં વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રએ ક્રિટીકલ બુથ વિસ્તાર અને વિલેજ વિઝીટ કરી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અનુસંધાને પાટણ જીલ્લાના તમામ પો.સ્ટે. દ્વારા ક્રિટિકલ બુથ વિસ્તાર તેમજ વિલેજ વિજીટ સોમવાર ના રોજ કરવામાં આવી હતી.

પોલીસ મહાનિરીક્ષક જે.આર મોથલીયા સરહદી રેન્જ, ભુજ તથા પાટણ પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓએ પાટણ જીલ્લામાં આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-2022 અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવણી સારૂ તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે અને ગુનાહિત પ્રવૃત્તિવાળા માણસો ભયમાં રહે અને પોલીસની હાજરીનો અહેસાસ થાય, તે હેતુથી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનાના ઇનચાર્જો દ્વારા પોલીસ સ્ટેશનના ક્રિટિકલ બુથ વિસ્તાર તેમજ વિલેજ વિજીટ કરવા સૂચના અપાઈ છે.

જે સુચના અન્વયે સોમવારના રોજ પાટણ જીલ્લાના નાના નાયતા, જેસંગપુરા, બંધવડ, સુરખા, બાલીસણા, કણી, શંખેશ્વર, લણવા, પલાસર, ઝીલીયા, કમલપુર, વાગપુર, અંતેસર, રાનીસર, મેથાણ, મુડવાડા, સિધાડા, લોલાડા જેવા ગામડાઓમાં પોલીસ દ્વારા વિલેજ વિઝિટ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને ફરજ પરના પોલીસ કમૅચારીઓ ને સહકાર આપવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...