કોરોનાની મકરસંક્રાંતિ પર અસર:કોરોનાને ધ્યાનમાં રાખી પાટણ નગરપાલિકાએ ચાલુ વર્ષે મકરસંક્રાંતિએ હંગામી સ્ટોર ઉપર પાબંધી લગાવી

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતંગ-દોરીના હંગામી સ્ટોર નહીં ફાળવવાના નિણૅયથી પતંગ રસિકો નારાજ
  • પટણી પરિવારના યુવાનો એડવાન્સમાં પતંગ-દોરીનો સ્ટોક લાવીને મૂક્યો હોવાથી દુવિધામાં મુકાયા
  • પાલિકા દ્વારા કોવિડ ગાઇડલાઇન મુજબ પતંગ-દોરી માટેના સ્ટોલ ફાળવવાની માંગ

આગામી મકરસંક્રાંતિ પર્વને લઇને પાટણ શહેરમાં પતંગ-દોરીનો છુટક વેપારી કરતા પટણી પરિવારના કેટલાક યુવાનો દ્વારા પર્વને ધ્યાનમાં રાખીને પતંગ-દોરીના માલનો સ્ટોક કર્યો હતો. પરંતુ ચાલુ સાલે કોરોનાની સંભવીત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને પાટણ પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ઊભા કરાતા હંગામી સ્ટોરની જગ્યા છૂટક વેપારીઓને નહીં ફાળવવાનો નિર્ણય કરતા પતંગ-દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા પટણી પરિવારના યુવાનો નિરાશ થયા છે.

તેથી આ બાબતે પતંગ-દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા પટણી પરિવારના યુવાનો આજે મંગળવારે સાંજે પાલિકા ખાતે રજૂઆત અર્થે આવ્યા હતા. પરંતુ પાલિકાના એક પણ જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાથી પટણી યુવાનોએ પત્રકારો સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. નગરપાલિકા દ્વારા હંગામી ધોરણે સરકારના આદેશનું પાલન કરી કોરોનાની ગાઈડલાઈન મુજબ પતંગ-દોરીના સ્ટોર માટે હંગામી જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...