તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વાઘરોલમાં દોઠ માસ અગાઉની ચોરીમાં 4 શખ્સો પકડાયા

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સિધ્ધપુર તાલુકાના વાઘરોલ ગામે દોઢેક માસ અગાઉ થયેલી ચોરીની ઘટનામાં પોલીસે ચાર શખ્સો પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. દોઢેક માસ અગાઉ વાઘરોલ ગામે રાતના સમયે બંધ મકાનમાંથી ઈલેક્ટ્રીક સામાન અને રોકડની ચોરી થઈ હતી. તે પૈકીનું સોની કંપનીનું ટીવી સહેસા ગામના પુનાજી લાલજી ઠાકોરે તેમના ઘરે છુપાવી રાખ્યું છે તેવી પોલીસને બાતમી મળતા પોલીસે પુનાજી ઠાકોરને ટીવી સાથે પકડી લીધો હતો.

પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા 21 ઓક્ટોબરે અન્ય 3 શખ્સો મળી ચોરી કર્યાની કબુલાત કરી હતી. બાદમાં પોલીસે મૂળ બહુચરાજીના રણેલા ગામના અને અમદાવાદ ખાતે રહેતા સંજયજી બાલાજી ઠાકોર, સહેસાનો કલ્પેશ પ્રભાતભાઈ રબારી, મૂળ ચાણસ્મા સુણસરના અને અમદાવાદ ખાતે રહેતા વિક્રમજી શાંતુજી ઝાલાને પકડી લીધા હતા. એલઈડી ટીવી, એસી, બે નાના સ્પીકર, એરકુલર, 3 મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો