તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:સાંતલપુરના વાધપુરા ગામમાં પતિ અને સાસરિયાઓના ત્રાસથી પરીણિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • વારાહી પોલીસે પતિ સહિત સાસરિયાંઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

કોરોના કહેર વચ્ચે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વાઘપુરા ગામે પરીણિતાએ પોતાના પતિ અને સાસરિયા ઓના ત્રાસથી આપઘાત કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મૃતકના ભાઇએ બહેનના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવની મળતી માહિતી મુજબ મૂળ રાધનપુરના ઇન્દીરાનગર પરીણિતાના લગ્ન ગત વર્ષે સાંતલપુરના વાઘપુરા ગામના વિનોદજી રવાજી ઠાકોર સાથે થયા હતા. જે બાદમાં પ્રથમ સારૂ રાખ્યા બાદ તેમનો પતિ અવાર-નવાર પરીણિતાના ચારીત્ર્ય બાબતે શંકા રાખી મારઝૂડ કરતો હતો. આ સાથે પરીણિતાના દિયર-દેરાણી સહિતના સાસરીયાઓ પણ માનસિક ત્રાસ આપતાં હોવાથી પરીણિતાએ કંટાળી ગતરોજ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી દેતા સનસનાટી મચી જવા પામી હતી.

સાસરીયાના ત્રાસથી પરીણિતાએ આપઘાત કરી લેતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે મૃતકના ભાઇએ વિનોદજી, રવાજી, શોભાજી, ચંપાબેન અને સવીબેન સામે માનસિક ત્રાસ આપી પરીણિતાને મરવા માટે દુષ્પ્રેરણ કર્યાની ફરીયાદ વારાહી પોલીસમાં નોંધાવતા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા બાદ તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...