સરસ્વતી તાલુકાના વદાણી ગામે અબલુવાના સામાજિક કાર્યકરને મારપીટ કરતા સામાજિક કાર્યકરે ભાટસણ અને કોઇટા ગામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. અબલુવા ગામના હરગોવનજી લેબાજી ઠાકોર માનવ અધિકારનો કાર્યકર્તા હોવાથી તેમણે વદાણી ખાતે ઓફિસ કાર્યરત કરી હતી
જે તેમને ગમતું ન હોવાથી તેની અદાવત રાખી ભાટસણ ગામના ભવાનજી ધારસંગજી ઠાકોર અને કોઇટા ના શ્રવણજી ધારસંગજી ઠાકોર તેમની ઓફિસે ગયા હતા અને બંને જણાએ અપશબ્દો બોલી ગડદા પાટુ થી તેમજ ખુરશીઓ વડે મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હરગોવનજી લેબાજી ઠાકોરે વાગડોદ પોલીસ મથકે ભાટસણ ના ભવાનજી ધારસંગજી ઠાકોર અને કોઇટા ના શ્રવણજી ધારસંગજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.