તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ઉંટવાડા ગામે ચાર શખ્સોએ યુવાનને ધોકા વડે મારમાર્યો

પાટણ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાગડોદ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ

સરસ્વતી તાલુકાના ઉંટવાડા ગામે ગલ્લા ઉપર પાન ખાવા આવેલા યુવાનને જાતિ વિરોધી શબ્દો બોલી ચાર શખ્સોએ ધોકા વડે આડેધડ માર મારી ઇજાઓ કરી હતી. આ અંગે ઇજાગ્રસ્તે વાગડોદ પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

ઉંટવાડા ગામે રહેતા જીગરભાઈ હીરાભાઈ પરમાર શુક્રવારે રાત્રે તેમના ગામમાં પાનના ગલ્લે પાન ખાવા સારું ગયા હતા. ત્યારે ગામના ઠાકોર દશરથજી ત્યાં ઊભો હતો ત્યારે જીગરભાઈ ત્યાંથી પસાર થતાં દશરથજીએ ઉશ્કેરાઈને થોડો છેટો ચાલ કહીં જાતિ વિરુદ્ધ શબ્દો બોલતાં અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈને 4 શખ્સોએ ધોકા વડે જીગરભાઈને આડેધડ માર માર્યો હતો. આજુબાજુમાંથી લોકોએ દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા તાત્કાલિક 108ની મદદથી ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. આ અંગે ઇજાગ્રસ્તએ વાગડોદ પોલીસ મથકે દશરથજી ભેમાજી ઠાકોર, વિશાલજી વાઘુજી ઠાકોર, વિષ્ણુજી પોપટજી ઠાકોર અને વનાજી ઠાકોર રહે.તમામ ઉંટવાડા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો