તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:હેમચંદ્રાચાર્ય યુનિ.ના વડાલી કેમ્પસમાં રૂ. 6.54 કરોડના ખર્ચે ઓર્ગોનિક ફાર્મિંગ સેન્ટર બનશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીમાં કેમ્પસ શરૂ કરવાના આયોજન માટે બેઠક મળી. - Divya Bhaskar
યુનિવર્સિટીમાં કેમ્પસ શરૂ કરવાના આયોજન માટે બેઠક મળી.
  • યુનિવર્સિટીમાં કેમ્પસ શરૂ કરવાના આયોજન માટે બેઠક મળી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં પથરાયેલ હોઈ સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠાના છાત્રોને પાટણ સુધી લાંબુ ન થવું પડે માટે વડાલી ખાતે નવીન કેમ્પસ કાર્યરત કરવા માટે 85 લાખના ખર્ચે બાંધકામ શરૂ કરાયું છે. ત્યારે કેમ્પસમાં વિસ્તારના છાત્રોની જરૂયાત મુજબ નવીન કોર્ષ અને છાત્રોને સેવાઓ મળે માટે કેમ્પસ શરૂ કરવાના આયોજન માટે બેઠક મળી હતી. જેમાં આયોજન બનાવી સરકાર સમક્ષ મૂકી અભિપ્રાય અને મંજૂરી બાદ સત્વરે શરૂ થાય માટેના પ્રયાસ કરવામાં આવશે.

નવીન ઓર્ગોનિક ખેત પેદાશો ઉતપન્ન થાય અને સમાજના લોકો ઓર્ગોનિક ફાર્મિંગ તરફ વળે તેવા આશ્રયથી ઉચ્ચ કક્ષાના ઓર્ગોનિક ખેતીના વિષયોમાં સંશોધન થાય માટે યુનિ વડાલી કેમ્પસમાં અદ્યતન સુવિધાઓ વાળું રૂ. 6.54 કરોડના ખર્ચે ઓર્ગોનિક ફાર્મિંગ સેન્ટર બનાવવાનું આયોજન કરાયું છે. ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવનાર છે.

યુનિવર્સિટી દ્વારા પાટણ કેમ્પસ સમાન વડાલી ખાતે ખેડબ્રહ્મા કેમ્પસ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને બુધવારે કુલપતિ અને કમિટીના સભ્યોની મિટિંગ મળી હતી. જેમાં સભ્યો દ્વાર મહેસાણા અને સાબરકાંઠા બન્ને જિલ્લા તેમજ બનાસકાંઠાના પણ કેટલા વિસ્તારો કેમ્પસ નજીક પડતા હોઈ ત્રણેય વિસ્તારોના છાત્રોની જરૂરિયાત મુજબ અને લોકોને ઉપયોગી થાય તેવા નવીન કોર્ષ કેમ્પસમાં પ્રથમ શરૂ થાય તેવા આશ્રયથી ઓર્ગોનિક ખેતી, ટેક્નોલોજી યુગને ધ્યાનમાં લઇ કોમ્યુટર લક્ષી કોર્ષ અને વિવિધ ખનીજો વિસ્તારમાં મળતા હોય તેના સંશોધન થાય તે માટેના અભ્યાસોને પ્રાથમિકતા આપી શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજન શિક્ષણ વિભાગ સમક્ષ મૂકી અભિપ્રાય અને મંજૂરી બાદ શરૂ કરવામાં આવશે તેવું કુલપતિ ડૉ.જે.જે વોરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...