સમરસની પરંપરા તૂટી:નોરતા તળપદ ગામમાં આઝાદીથી ચાલી આવતી સમરસની પરંપરા તૂટી બે ટર્મથી ચૂંટણી યોજાય છે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નોરતા તળપદ ગામનો લોકો અમદાવાદ, સુરત જેવા શહેરોમાં રહેતાં હોઈ બે લક્ઝરીમાં 100 જેટલા મતદારો ગામમાં મતદાન કરવા માટે આવ્યા હતા. - Divya Bhaskar
નોરતા તળપદ ગામનો લોકો અમદાવાદ, સુરત જેવા શહેરોમાં રહેતાં હોઈ બે લક્ઝરીમાં 100 જેટલા મતદારો ગામમાં મતદાન કરવા માટે આવ્યા હતા.
  • આ વર્ષે વોર્ડના તમામ સભ્યો બિનહરીફ, સરપંચ માટે ગામના જ બે ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો

પાટણ તાલુકાનાં નોરતા તળપદ ગામમાં આઝાદી બાદ છેલ્લા 6 ટર્મથી ગ્રામ પંચાયત સમરસ થતી હતી.પરંતુ છેલ્લા બે ટર્મ ગામમાં ચૂંટણી સમરસ ન થતાં ચૂંટણી જંગ શરૂ થવા પામ્યો છે. આ વખતે સરપંચ માટે ગામના એક જ સમાજના બે ઉમેદવારો સામે જંગ જામ્યો છે. વોર્ડના સભ્યો બિન હરીફ જાહેર થયા હતા. રવિવારે બંને ઉમેદવારો માટે ગામમાં 11 વાગ્યા સુધીમાં જ કુલ 731 મતદારો પૈકી 60 ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું હત.

પાટણના એક હજારની વસ્તીવાળા નાનકડા ગામમાં આઝાદીના સમયકાળથી 2016 સુધી સતત છ પાંચ વર્ષની ચૂંટણીની સુધી ગામ નક્કી કરે એ જ ગામનો મુખ્ય તેવી સ્થિતિ હતી અને સમરસ ગ્રામ પંચાયત તરીકે સમગ્ર જિલ્લામાં ખૂબ જ નામાંકિત બની હતી.

પરંતુ 2016માં ગામ પંચાયતમાં સત્તા હાંસલ કરવા માટે કોઇ આંતરિક કારણોને લઇ ગામમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને ગામમાં ફરી ચૂંટણી યોજાવાની પ્રક્રિયા શરૂ થતાં સમગ્ર ગામમાં ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે આ ચૂંટણીમાં ગ્રામ પંચાયતના તમામ આઠ વોર્ડમાં તમામ સભ્યો બિનહરીફ જાહેર થવા પામ્યા હતા.

પરંતુ સરપંચ માટે ગામના પટેલ રાયચંદભાઈ બબાભાઇ અને વિજય લક્ષ્મણભાઈ પટેલ બન્ને ફોર્મ ભરતા ચૂંટણીનો જંગ જામ્યો છે. રવિવારે વહેલી સવારથી જ ગામલોકો મતદાન કરવા માટે આવ્યા હતા. ગામમાંથી બહાર વસતા ગ્રામજનો બે લકઝરી ભરી મતદાન કરવા માટે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...