• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In The Third Wave, In 13 Days, 3 Children, 12 Adolescents, 58 Youths, 85 Adults, 25 Elderly People Were Infected With Corona.

સોશિયલ ડિસ્ટન્સ:ત્રીજી લહેરમાં13 દિવસમાં 3 બાળક,12 કિશોર 58 યુવાનો,85 વયસ્કો,25 વૃદ્ધ કોરોના સંક્રમિત

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટણમાં દૂકાનો આગળ સોશિયલ ડિસ્ટન્સ માટે કુંડાળાં દોરાયાં - Divya Bhaskar
પાટણમાં દૂકાનો આગળ સોશિયલ ડિસ્ટન્સ માટે કુંડાળાં દોરાયાં
  • જિલ્લામાં સૌથી વધુ 68 કેસ : પાટણ શહેર બાદ સિદ્ધપુર-ચાણસ્મામાં કોરોના સંક્રમણ વધ્યું છે
  • પાટણ હોટ સ્પોટ બન્યું : શરૂઆતમાં 5 દિવસના 23 કેસ સામે ગુરુવારે એક જ દિવસમાં 27 કેસ

પાટણ જિલ્લામાં ત્રીજી લહેરના 13 દિવસમાં જ કોરોનાનું સંક્રમણ રફતાર પકડતા ગુરુવારે જિલ્લામાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા છે. જે પૈકી પાટણ શહેરમાં જ 27 નોંધાયા હતા તો પાટણ તાલુકામાં પણ 8 કેસ આવતા એકલા પાટણ તાલુકામાં જ 35 કેસ નોંધાયા હતા. પાટણ શહેર બાદ સિદ્ધપુર અને ચાણસ્મા તાલુકામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહેલું જોવા મળ્યું હતું. જેમાં સિદ્ધપુર તાલુકામાં 15 કિસ અને ચાણસ્મા તાલુકામાં 12 કેસ નોંધાયા હતા. અને તાલુકામાં બે-બે કેસો જોવા મળ્યા હતા.

પાટણ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં વધુ રસીકરણ અને સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. ગુરુવારે જિલ્લામાં સૌથી વધુ 2549 લોકોના ટેસ્ટિંગ કર્યા હતા. જિલ્લામાં કુલ 183 કેસ નોંધાયા છે.જેમાંથી અત્યાર સુધી 3 લોકો સ્વસ્થ થતા હાલમાં 180 એક્ટિવ કેસ છે. હાલમાં એકપણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.તમામ ઘરે હોમ આઇશોલેટ થઈ સારવાર લઈ રહ્યા છે.

18 થી 49 લોકો કોરોના સંક્રમિત વધુ થઈ રહ્યા છે
જિલ્લામાં ૧૩ દિવસમાં નોંધાયેલા દર્દીઓના કેસના આંકડા જોઈએ તો 7 ,8 અને 10 વર્ષની ત્રણ બાળકીઓ , 12 થી 18 વર્ષના 12 કિશોર , 18 થી 30 વર્ષના યુવાનોના 58 કેસ 31 થી 59 વર્ષના વયસ્ક 85 કેસ, અને 60 થી 92 સુધીના 25 વૃદ્ધના કેસ નોંધાયા છે.જેમાં સૌથી વધુ વયસ્ક ઉંમરના લોકોના છે.

યુનિવર્સિટીમાં કેમ્પસમાં 3 કર્મચારી, સિદ્ધપુર અને સુજાણપુર કોલેજના બે વિદ્યાર્થીઓ સંક્રમિત
ગુરૂવારે નોંધાયેલ કેસમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસના 3 કર્મચારીઓ, સિદ્ધપુર નર્સિંગ કોલેજની 18 વર્ષની વિદ્યાર્થીની તેમજ સિદ્ધપુર તાલુકાના સુજાણપુર ગામની કોલેજની એક 20 વર્ષની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત છે.

અન્ય સમાચારો પણ છે...