તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરની તૈયારીઓ:ત્રીજી લહેરમાં સંક્રમિત બાળકો માટે ધારપુરમાં આઈસીયુ સાથે 40 બેડનો વોર્ડ તૈયાર કરાશે

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 તબીબ, 55 નર્સિંગ સ્ટાફ, 55 વર્ગ-4ના કર્મચારી સહિતની દરખાસ્ત તૈયાર કરાઈ
  • મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દરખાસ્ત તૈયાર કરી ડીડીઓ અને કલેક્ટર સાથે સરકારમાં મોકલશે

ત્રીજી લહેરથી બાળકો સંક્રમિત થવાની શક્યતા ધ્યાનમાં રાખી ધારપુર સિવિલ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેમાં બાળકો માટે અલગ આઈસીયુ જેમાં 40 બેડની વ્યવસ્થા ઉપરાંત વેન્ટિલેટર સહિતના ઈસ્ટુમેન્ટની વ્યવસ્થા સાથેનો પ્લાન ધારપુર સિવિલના સુપ્રિટેન્ડેન્ટ અને ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તે પ્લાન સાથેની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને દરખાસ્ત કરવામાં આવી છે.

ધારપુર સિવિલમાં હાલમાં 350 બેડ છે. પરંતુ ત્રીજી લહેર આવે તો દર્દીઓને તકલીફ ન પડે સારવાર મળે તે માટે વધુ 250 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 બેડ બાળકો માટે રાખવામાં આવશે. આ સાથે 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક અને ઓક્સિજન લાઈન ખેંચવા માટે નુ પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે 40 બેડનુ આઇસીયુ, વેન્ટિલેટર, દવાઓ, પીપીઇ કિટો, ગ્લોઝ, માસ્ક ઉપરાંત 25 જેટલા ડોક્ટર, 55 જેટલો નર્સિંગ સ્ટાફ, 55 જેટલા વર્ગ-4ના કર્મચારી સહિતની વ્યવસ્થા માટે ધારપુર મેડીકલ હોસ્પિટલ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને દરખાસ્ત કરવામાં આવી છે.

જિલ્લામાં બુધવારે માત્ર 4 કેસ
બુધવારે જિલ્લામાં 4 કેસ નોંધાય હતા. પાટણ શહેરમાં નાગર લીંબડી અને શાંતબા હોલની સામે મળી બે કેસ, ખારીવાવડી ગામે એક અને શંખેશ્વરના કુંવર ગામમાં એક કેસ નોંધાતા કુલ કેસ આંક 10630 થયો છે. સામે વધુ 41 લોકો સ્વસ્થ થયા છે. જિલ્લામાં પહેલીવાર 1541 સેમ્પલ લેવાયા હતા.1467 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. એક્ટિવ કેસ ઘટીને 160 થયા છે.

અન્ય સમાચારો પણ છે...