તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૌરાણિક મંદિર:રાજ્યમાં માત્ર પાટણમાં પૌરાણિક સુગ્રીવ મહારાજનું મંદિર,ના મૂર્તિ કે ના ફોટો ફક્ત ગોખની પૂજા થાય છે

પાટણ5 મહિનો પહેલાલેખક: તેજસ રાવળ
 • કૉપી લિંક
 • 300 વર્ષ પૂર્વે મંદિરની સ્થાપના થઇ હતી,ભેટ સોગાદ કે દાન લેવાતું જ નથી

પાટણ એક ધર્મનગરી છે. જ્યાં 100 વર્ષથી લઇ 1000 વર્ષ જુના મંદિરો આજે પણ ભક્તોના આસ્થા સ્વરૂપે દ્દશ્યમાન થઇ રહ્યા છે .ત્યારે એવું જ એક મંદિર હનુમાનજીના પરમ મિત્ર અને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનના પરમ ભક્ત એવા સુગ્રીવ મહારાજનું આવેલું છે. મંદિરમાં નથી મૂર્તિ કે ફોટો એક ગોખ ( ગુફા ) જેને આસ્થારૂપે આજે પણ ભક્તો દર્શન કરી શ્રીરામની સાથે સુગ્રીવ મહારાજના આશીર્વાદ મેળવે છે.

રામાયણમાં વર્ણવ્યાં મુજબ નરેશ વાનરોના રાજા મહારાજનું મંદિર પાટણ શહેરના લોટેશ્વર વિસ્તારના મારુવાડામાં આવેલું છે. 300 વર્ષ પૂર્વે ખત્રી સમાજના વડવાઓએ આ જગ્યા ઉપર વાઘ બારસના દિવસે મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે, મંદિરના સ્થાનમાં નથી કોઈ મૂર્તિ કે નથી કોઈ પગલાં કે ફોટો માત્ર એક ગોખ છે, જ્યાં શ્રદ્ધાળુઓ દર્શન કરે છે. મૂર્તિ વગરના આ સ્થાને શ્રદ્ધાળુઓ આજે પણ નતમસ્તક બને છે.

પાટણમાં ગુજરાતનું એકમાત્ર સુગ્રીવ મહારાજનું મંદિર ગુજરાતમાં એકમાત્ર પાટણમાં જ હોવાનું મંદિરના પૂજારી દ્વારા દાવો કરાય છે. વર્ષમાં મંદિરમાં મંદિર પ્રત્યે દરેક સમાજના લોકો અતૂટ શ્રદ્ધા ધરાવે છે. કોઈ મૂર્તિ કે ફોટો કે પગલાં ન હોવા છતાં એકમાત્ર ગોખને નમન કરી ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે.

દાનપેટી પણ નથી
મંદિરમાં વર્ષોથી કોઈપણ જાતની ભેટ સોગાત લેવામાં આવતી નથી. મંદિરમાં દાનપેટી પણ રાખવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો