તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:એપ્રિલમાં બીજી લહેરમાં દર્દીઓથી ઉભરાઇ ગયેલી ધારપુર હોસ્પિટલમાં 340 બેડ ખાલી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માર્ચ માસથી શરૂ થયેલી કોરોનાની બીજી લહેર એપ્રિલમાં પીક પર આવી ત્યારે ધારપુર મેડિકલ હોસ્પિટલ સહિત જિલ્લાની ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ હતી બીજી લહેરની અસરો પૂરી થવા સાથે ધારપુર મેડિકલ હોસ્પિટલના 15 વોર્ડના 350 બેડ માંથી હવે માત્ર એક વોર્ડના દસ બેડ પર દર્દી છે જેમાં બે પોઝિટિવ અને આઠ શંકાસ્પદ દર્દીઓ છે. બાકીના 14 વોર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોના પીક પર હતો તે વખતે હોસ્પિટલમાં દાખલ થવા માટે 40 જેટલા દર્દીઓને લાઈનમાં 12 કલાક સુધી વેટિંગમાં રહેવું પડતું હતું. ત્યારે છેલ્લા પાંચ દિવસથી નવા દર્દીઓ આવતા નથી.

તેવુ ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ મનીષ રામાવતે જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી 0 કેસ હતા સોમવારે ફરી જિલ્લામાં નવો એક કેસ નોંધાયો હતો.જેમાં સાંતલપુરની દાત્રાણાની 20 વર્ષની યુવતીને પોઝિટિવ આવતા નવો એક કેસ નવમા દિવસે નોંધાયો હતો વધુ 1217 લોકોના ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાંથી 807 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા તો જિલ્લામાં નવા પાંચ એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...