...અને પરિણામ બદલવાં પડ્યાં:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની PhDની પરીક્ષામાં ખોટા પ્રશ્નોના તમામને ગુણ આપતાં 39 છાત્રો નાપાસમાંથી પાસ થયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત બાદ સમિતિએ તપાસ કરતા ભૂલો બહાર આવતા વિદ્યાર્થીઓ ના હિતમાં નિર્ણય લેવાયો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી પીએચડી પ્રવેશ પરીક્ષામાં કેટલાક પ્રશ્નપત્રોમાં આપવામાં આવેલ જવાબ ખોટા પૂછવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતાં કુલપતિ દ્વારા પરીક્ષા પૂર્ણ થતાં તપાસ માટે ઇસી સભ્ય હરેશ ચૌધરી સહિત એક્સપર્ટ મળી આઠ સભ્યોની સમિતિ રચવામાં આવી હતી.

સમિતિ દ્વારા તપાસ કરવામાં આવતા જેમાં પ્રશ્નપત્રોમાં આપવામાં આવેલ જવાબ ખોટા હોય વિદ્યાર્થીઓને નુકસાન થયું હોય ભૂલ બદલ વિદ્યાર્થીઓને ગુણ આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી ગુણમાં સુધારા થતાં પ્રવેશ પરીક્ષામાં એક બે માર્કસથી નપાસ થયેલા વિદ્યાર્થીઓને લાભ થયો હતો. નાપાસ થયેલા 39 વિદ્યાર્થીઓ પાસ થવા પામ્યા હતા.જે તમામ વિદ્યાર્થીઓને મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યા હતો.તેવું પરીક્ષા કૉ. ઓર્ડિનેટર ડૉ. લલિત પટેલે જણાવ્યું હતું.

સૌથી વધુ બોટની વિષયમાં 7 વિદ્યાર્થીઓ નપાસમાંથી પાસ થયા
સમિતિના સભ્ય હરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે તપાસમાં આન્સર કી માં દર્શાવેલા જવાબો ખોટા હોય વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલ જવાબો હોય તેવા જવાબો સાચા રાખવા સહિત કેટલાક જવાબો ખોટા હોય તે તમામ પ્રશ્નોના માર્ક્સ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે.બારીકાઈથી એક્સપર્ટ તપાસ કરાઈ છે.જેનો વિદ્યાર્થીઓ ને લાભ થયો છે.સૌથી વધુ 7 વિદ્યાર્થીઓ બોટની વિષયમાં પાસ થયા છે.બીજા વિષયોમાં એક થી વધુ છે.