તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણ નગરપાલિકાની ચૂંટણીના નગારા ભાગવાના શરૂ થઈ ગયા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા અને તેની સમીક્ષા પૂરી કરી દેવામાં આવી છે. હવે ઉમેદવારો જાહેર કરાય તે તરફ મીટ જડાયેલી છે. પરંતુ ગત ટર્મનાં ચૂંટાયેલા 44 કોર્પોરેટ રો પૈકી ભાજપમાંથી 19 અને કોંગ્રેસમાંથી 15 કોર્પોરેટ રો ફરીથી ટિકિટ મેળવવા લાઇનમાં છે. જે દાવેદાર છે તેમાં ભાજપમાં તેના ત્રણ માપદંડોના કારણે ત્રણેક દાવેદારીને નિરાશા મળી શકે છે. જો કે કોંગ્રેસમાં માત્ર પક્ષમાં સેવા અને કામગીરી એકમાત્ર માપદંડ મુજબ ટિકિટ અપાશે. કોંગ્રેસમાં એક બે ચહેરા હાથી જ ચૂંટણીના ઉમળકા માં હોઈ સોશિયલ મીડિયામાં પ્રચાર પણ શરૂ કરી દેવાયો છે.
આ સભ્યો ચૂંટણી નહીં લડે
ભાજપમાં વોર્ડ નંબર 1 ના જયશ્રીબેન ભગવાનદાસ યોગી એ અંગત કારણોસર ટીકીટ માગી નથી. જ્યારે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા નિરવનીબેન સંજયભાઇ પટેલને તાજેતરમાં ત્રીજું બાળક થતા ચૂંટણી લડી શકશે નહીં. આ સિવાય મનીષ કુમાર રમેશભાઈ પટેલ, અતુલભાઇ કરશનભાઈ પટેલ, જાગૃતીબેન રાકેશભાઇ પટેલ, તબીબને મગનભાઈ સોલંકી, મુકેશભાઈ ભગવાનભાઇ પટેલ, પ્રવીણકુમાર અવાણીયા ,જશીબેન સીતારામ પટેલ અને મંજુલાબેન ભોગી લાલ ઠક્કર ચૂંટણીના દાવેદાર નથી.વસંતભાઈ બાબુલાલ પટેલ દાવેદારી કરી નથી. પણ પક્ષ ટિકિટ આપશે તો લડે મંજુલાબહેન ઠક્કર તેમના પતિને બીમારીના કારણે ચૂંટણી લડવાના નથી.
અમે નહીં અમારા ઘરના.....
કોંગ્રેસના પટેલ બાબુલાલ માસ્તર ચૂંટણી લડવા નથી પણ તેમના દીકરા હરેશભાઈએ ટિકીટો માગી છે .ડોક્ટર આનંદ મગનભાઈ રબારીના પત્નીએ ટિકીટો માગી છે પૂર્વ પ્રમુખ ઉષાબહેનના બદલે તેમના પતિ દીપકભાઈ પટેલે અને અલ્કાબહેન પટેલના બદલે તેમના પતિ જયેશભાઇ પટેલે ટિકીટો માગી છે જ્યારે જાગૃતીને રાકેશભાઇ પટેલ બાળકોના અભ્યાસ અને સામાજિક કારણોસર ચૂંટણી લડવાના નથી.
ભાજપમાં ત્રણ માપદંડના કારણે ટિકિટ મળશે કે નહીં તે અંગે થોભો અને રાહ જુઓ
ભાજપમાં ટિકિટ માટે ત્રણ નિયમો અમલમાં છે. જેમાં ત્રણ ટર્મ થઈ ગઈ હોય, 60 વર્ષની વયમર્યાદા થઈ હોય અને પક્ષના સંગઠનમાં લોહીનો સંબંધ ધરાવતા હોય તેમને ટિકિટ મળવાની નથી. જે આધારે 70 વર્ષીય દેવજીભાઈ પરમાર, 60 વર્ષ અને પાંચ ટર્મ આધારે દામિનીબેન પ્રજાપતિ અને કલ્પનાબેન રાવલ પાંચ ટર્મના કારણે ટિકિટથી વંચિત રહી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ પાંચ ટર્મ સભ્ય પદે રહી ચૂક્યા છે. હવે પ્રથમ વખત ભાજપની ટિકિટ પર લડે આ જ રીતે પૂર્વ પ્રમુખ દિનેશભાઇ સીંધાભાઈ પટણી કોંગ્રેસમાં ત્રણ વખત ચૂંટાઈ આવેલા છે તેમની સિનિયોરિટી અંગે ભાજપ શું નિર્ણય કરશે તે અંગે અવઢવ છે.
કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી માટે નિયમ નથી
શહેર કોંગ્રેસ પ્રમુખ શંકર લાલ મોદીએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષમાં ટિકિટ મેળવવા માટે કોઈ ચોક્કસ નિયમ નથી. કયા ઉમેદવારે પક્ષ માટે કેવું કામ કર્યું છે અને તેમના ચૂંટણી જીતવાની ચાન્સ કેટલા છે તેને ધ્યાને લઇ ટિકિટ આપવામાં આવે છે પરંતુ કોંગ્રેસમાં મોટાભાગના દાવેદાર એક કે બે ટર્મ નો અનુભવ ધરાવે છે.
લાલેશ ઠક્કર ચૂંટણી નહી લડે
છેલ્લા ઉપપ્રમુખ લાલેશ ઠક્કર કોંગ્રેસમાં પ્રથમ વખત ચૂંટાયા હતા પણ બીજી ટર્મનાં પ્રમુખ પદ માટે સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી કરતા પક્ષ નારાજ થયો હતો અને પક્ષના સભ્યપદેથી દૂર કરાયા હતા. તેમણે કહ્યું કે પાંચ વર્ષ સુધી સેવા કરી છે. સર્વ સંમતિથી ઉપપ્રમુખ પણ બન્યો પણ હવે ધંધાઓ માટે અમદાવાદ ખાતે સેટલ થવાનું વિચારી રહ્યો છું એટલે ચૂંટણી લડવાની ઇચ્છા નથી.
બાળકોનો અભ્યાસ બગડતાં ચૂંટણી નહીં લડે
પૂર્વ મહિલા પ્રમુખ જાગૃતિબેન પટેલ પણ દાવેદારી કરી નથી તેને લઈ તેઓ ભાજપમાં જશે તેવી અટકળો શરૂ થઇ હતી. પરંતુ તેમના પતિ રાકેશભાઈ પટેલે જણાવ્યું કે બાળકોના અભ્યાસ અને સામાજિક કારણસર ચૂંટણી લડવાની નથી અમે કોંગ્રેસ પક્ષમાં છીએ અને રહીશું ભાજપમાં જવાની વાતો સાચી નથી.
ભાજપમાંથી ફરી દાવેદારી કરનારા કોર્પોરેટર
મનોજભાઈ કે પટેલ (બે ટર્મ)
રસિલાબેન મુકેશભાઈ સ્વામી (બે ટર્મ)
કલ્પનાબહેન કિશોર કુમાર રાવલ (પાંચ ટર્મ)
આશાબેન શૈલેષકુમાર ઠાકોર(એક ટર્મ)
હેમંતકુમાર શંકરલાલ તન્ના (ત્રણ ટર્મ)
દેવજીભાઈ પરમાર (બે ટર્મ)
ચેતનાબેન દશરથભાઈ પ્રજાપતિ (1 ટર્મ)
દામિનીબેન હસમુખલાલ પ્રજાપતિ (5 ટર્મ)
ધર્મેશ પૂનમચંદ પ્રજાપતિ (એક ટર્મ)
ડોક્ટર નરેશ જી દવે (બે ટર્મ )
મહેશભાઈ પટેલ 52 વર્ષ ત્રણ ટર્મ
મહેશ્વરીબેન મનોજકુમાર પટેલ (એક ટર્મ)
બીપીનભાઈ એડીદાસ પરમાર (એક ટર્મ)
મહેન્દ્રકુમાર ખોડીદાસ પટેલ (5 ટર્મ)
સીતાબેન ગિરીશકુમાર પ્રજાપતિ (1 ટર્મ)
બાબુભાઈ પરસોત્તમભાઈ પટેલ (1 ટર્મ)
ગીતાબેન દશરથ જી ઠાકોર (એક ટર્મ)
દિનેશભાઈ શેંધાભાઈ પટણી (3 ટર્મ)
મીનાબેન વિપુલ ભાઈ સોલંકી (એક ટર્મ)
ભવાની વાજી ઠાકોર (એક ટર્મ)
ગોપાલસિંહ ગંગાસિંહ રાજપુત (એક ટર્મ)
કોંગ્રેસમાંથી ફરી દાવેદારી કરનારા કોર્પોરેટર
મધુભાઈ કાંતિલાલ પટેલ (2 ટર્મ), શંભુજી પ્રભાતજી ઠાકોર(1 ટર્મ), વંદનાબેન પી દરબાર (1 ટર્મ), ચેતનાબેન કમલેશભાઈ પ્રજાપતિ (એક ટર્મ), મનિષાબેન જશવંતલાલ ઠક્કર (એક ટર્મ) દિનેશકુમાર ત્રિકમલાલ ભીલ (1 ટર્મ), હંસાબેન ભોગીલાલ પરમાર (1 ટર્મ) ભરતકુમાર જયંતીલાલ ભાટિયા (1 ટર્મ)
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.