ભગવાન નારાયણને શણગાર:પાટણમાં આવેલું ગુજરાતનું એક માત્ર ભગવાન નારાયણના મંદિરમાં ભગવાનને 3 કિલો ચોખા ઘીના વાઘા પહેરાવાયા

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે ઉત્તરાયણના દિવસે ભગવાનને ઘીના વાઘા પહેરાવવામાં આવે છે
  • મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

સમગ્ર ગુજરાતમાં એક માત્ર નારાયણ ભગવાનનું મંદિર પાટણ શહેરના સાલવી વાડામાં આવેલું છે. જ્યાં દર ઉત્તરાયણના દિવસે ભગવાન નારાયણને ઘીના વાઘા પહેરાવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ભગવાન નારાયણને ઘીના વાઘા પહેરાવવામાં આવ્યાં હતા. જેના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા.

ઐતિહાસિક નગર પાટણમાં શિવ મંદિરો અને જૈન મંદિરોનો સુવર્ણ ઈતિહાસ છે. તો સમગ્ર ગુજરાતમાં એકમાત્ર નારાયણ ભગવાનનું મંદિર પાટણ શહેરના સાલવી વડામાં આવેલું છે. જ્યાં ઉત્તરાયણના દિવસે ઘીના વાઘા ભગવાનને પહેરાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ અંદાજે 3 કિલો ચોખા ઘીનો ઉપયોગ કરી ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા હતા. જેના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટયા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

નારાયણ ભગવાન મંદિરનો ઈતિહાસ

મંદિરનો ઈતિહાસ ઘણો જ રોચક છે. દિલ્હીમાં જ્યારે અકબરનું શાસન હતું, ત્યારે બિરબલની એક ટેક હતી કે, દર પૂનમે તે દ્વારકા ભગવાનના દર્શન કરવા માટે આવતા હતા, ત્યારે અકબરે કહ્યું હતું કે, ભગવાનને આપણે દિલ્હી લાવીએ તેમ કહી સેનાની એક ટુકડીને મૂર્તિ લાવવા ગુજરાતમાં મોકલી હતી. ભગવાન દ્વારકાધીશની મૂર્તિ લઈને ગાડું દિલ્હી તરફ જતું હતું ત્યારે પાટણમાં આ ગાડું આવ્યું હતું અને રાત્રી વિસામો કર્યો હતો.

આ દરમિયાન ભગવાને અહીં જ વાસ કર્યો હતો અને સમય જતાં ભગવાનની મૂર્તિ ભોયરામાં હતી. તે એક ભક્તને ભગવાન નારાયણે સ્વપ્નમાં આવી ખોદકામ કરવાનું કહેતાં અહીંથી મૂર્તિ મળી આવી હતી અને ત્યારબાદ તેની સ્થાપના થઈ હતી.

ભગવાનની મૂર્તિ નિર્વસ્ત્ર હતી, જેથી ભગવાનના કહેવા મુજબ ઘીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. તે દિવસ ઉતરાયણનો હતો. ત્યારથી પરંપરા અનુસાર ભગવાન નારાયણને ઉત્તરાયણના દિવસે ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ અંદાજે 3 કિલો ચોખા ઘીનો ઉપયોગ કરી ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા હતા. જેના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...