પાટણ જિલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠક પર ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય દિલીપજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટી દ્વારા પુનઃ ટિકિટ ફાળવતા વિસ્તારના મતદારો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ છવાઈ જવા પામ્યો છે ત્યારે મંગળવારના રોજ દિલીપજી ઠાકોર દ્વારા હારીજ મામલતદાર કચેરી ખાતે શુભ મુહૂર્ત માં વિધિવત રીતે પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું.
દિલીપજી ઠાકોર દ્વારા ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે હારીજ ચાણસ્મા હાઇવે પર આયોજિત જંગી જાહેર સભામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ખાસ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે ચાણસ્મા વિધાનસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર માટે આજે ઉપસ્થિત જનમેદનીનો વિડિયો વાયરલ થાય તો પણ કોંગ્રેસ નાં ઉમેદવાર ફોર્મ ભરવાનુ ભુલી જાય તેમ જણાવી આ વિસ્તારના મતદારો એ કપરા સમયે ભાજપને વિજયી બનાવી છે જે વિજ્ય યાત્રા ભાજપના ડબલ એન્જિન સરકાર માં પણ જંગી બહુમતીથી વિજય અપાવશે તેવી આશા વ્યક્ત કરી ગુજરાત માં પુનઃ ભાજપ સરકાર બનાવી દેશના વડાપ્રધાનના સંકલ્પને પરિપૂર્ણ કરવા આહ્વાન કરી ગુજરાતની તમામ સીટો 50 હજાર લીડ સાથે વિજય બનશે અને આ માટે દરેક ઉમેદવાર હયસૌ હયસૌ કરવાને બદલે પેજ કમીટી થી લઈને બુથ સુધી નું પ્લાનિંગ બનાવવા દરેક નાં ધરે ધરે જઈ સંપર્ક કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે મહામંત્રી રજની પટેલ, કે સી પટેલ, રાધનપુર વિધાનસભા નાં ઉમેદવાર લવીગજી ઠાકોર,નાગરજી ઠાકોર, દશરથજી ઠાકોર, રણછોડભાઈ દેસાઈ સહિત અને રાજકીય મહાનુભાવો આગેવાનો અને કાર્યકરોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ચાણસ્મા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિલીપજી વીરાજી ઠાકોરને જંગી બહુમતીથી વિજેતા બનાવવા આહવાન કરી ચાણસ્મા વિધાનસભાનું કમળ ભારતીય જનતા પાર્ટી નાં ચરણ કમળમાં સમર્પિત કરવા આગામી વિધાનસભાની ચૂંટણીના કામે લાગી જવા અપીલ કરવામાં આવી હતી.
આ જાહેર સભા ને સંબોધીત કરતાં ચાણસ્મા વિધાનસભા બેઠક નાં ઉમેદવાર દિલીપજી ઠાકોરે ભાજપ સરકાર દ્વારા આ વિસ્તારમા કરાયેલા વિકાસ કામો ને વાગોળી પંથકના ચોવીસ કેરેટ સોના જેવાં મતદારો ને ચાણસ્મા વિધાનસભા બેઠક ના કમળને જંગી બહુમતીથી વિજય બનાવી પુનઃ ગુજરાત માં બનનાર ભાજપ સરકાર માં સહભાગી બનવા અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.