જોગવાઈ:નવા વર્ષે સિદ્ધપુર તાલુકાની 18 પ્રા.શાળામાં RO પ્લાન્ટ નંખાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લાન્ટ નાખવા માટે સરકાર દ્વારા નાણાપંચમાં 18 લાખની જોગવાઈ કરાઈ

નવા વર્ષમાં સિદ્ધપુર તાલુકાની 18 પ્રાથમિક શાળાઓમાં રૂ.18 લાખના ખર્ચે પાણી માટે આર.ઓ પ્લાન્ટ નાખવામાં આવશે તેના માટે કેન્દ્ર સરકારના 15મા નાણાપંચમાં જોગવાઈ કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતા બાળકોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે સિદ્ધપુર તાલુકાની 18 પ્રાથમિક શાળાઓમાં આર.ઓ.પ્લાન્ટ નાખવામાં આવશે.

જેમાં બીલીયા, ખળી, લાલપુર, સમોડા, ચાટાવાડા, ગણવાડા, મેળોજ, આકવી, કોટ, મુડાણા, લુખાસણ, સંડેસરી, નાગવાસણા, ગાગલાસણ, સુજાણપુર, તાવડીયા સહિત 18 પ્રાથમિક શાળામાં પાણી માટે આર.ઓ.પ્લાન્ટ નાખવામાં આવશે. તેના માટે 15મા નાણાપંચ રૂ.18 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...