તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે વિજય:રણકાંઠાના નવી કુંવર ગામમાં એકપણ વ્યક્તિ પોઝિટિવ ન રહેતાં કોરોનામુક્ત

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના કેસ વધતાં ગામ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયું હતું

શંખેશ્વર તાલુકાનું કચ્છના નાના રણકાંઠામાં આવેલું નવી કુંવર ગામ સ્વ પ્રયાસોથી કોરોના સામેની લડાઈમાં વિજય મેળવી અન્ય ગામોને માર્ગદર્શન પૂરુ પાડી રહ્યું છે.સમી તાલુકાના બાસ્પા ગામમાં હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગામમાં આવતા તેઓને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. આ વાતની જાણ ગામના 36 વર્ષીય યુવા સરપંચ ધીરુભાઈ ઠાકોરને થતાં તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરી આ યુવાનોનો કોરોના ટેસ્ટ કરાવ્યો.

જેમાં આ યુવાનો કોરોના પોઝિટિવ આવતા તેમને હોમ આઈસોલેશનમાં રાખીને દવાની કીટ આપવામાં આવી. ગામમાં સંક્રમિતોને ઓળખીને ઝડપથી સારવાર કરી શકાય એ માટે નિયમિત રીતે વધુમાં વધુ ટેસ્ટીંગ કરવામાં આવ્યા. શરૂઆતમાં જ 47 કેસ મળી આવ્યા. જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા સંપૂર્ણ ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો.

ગામના સરપંચ, સભ્યો, તલાટી દ્વારા એક ટીમ બનાવીને ગામમાં જે લોકો પોઝિટિવ આવ્યા હતા એમની મુલાકાત લઈને આઈસોલેશનમાં રહેવા તથા દવા લેવા માટે સમજાવવામાં આવ્યા. જેથી નવી કુંવર ગામમાં કન્ટેન્ટમેન્ટ માટેનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે અને અત્યારે ગામમાં એક પણ એક્ટિવ પોઝીટીવ કેસ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો