કાર્યવાહી:પાટણમાં લક્કી ડ્રો સ્કીમના નામે 280 લોકોના રૂ.86 લાખનું ફૂલેકુ ફેરવી આયોજક રફુચક્કર

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આયોજક શહેરમાં દર માસે 1 હજારના 48 માસના હપ્તાની સ્કીમ મૂકી 39 માસ સુધીના પૈસા લઇ ગાયબ થયાના આક્ષેપો સાથે એસપીને ફરિયાદ નોંધવા અરજી

પાટણ શહેરમાં લોભામણી ઇનામના ડ્રોની સ્કીમ મૂકી શહેરના લોકોં પાસે માસિક હપ્તામાં પૈસા લઇ રૂ.86 લાખ જેટલી રકમ એકત્ર કરી સ્કીમ પુરી થાય તે પહેલા જ ગ્રાહકોના પૈસા લઇ રફુચક્કર થઇ જવાના આક્ષેપો સાથે ગ્રાહકોએ પાટણ જિલ્લા પોલીસવડાને લેખિતમાં અરજી આપી સ્કીમના આયોજક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા માંગ કરી છે.

પાટણ શહેરમાં નિરંજન નામના એક વ્યક્તિએ શ્રી શુભલક્ષ્મી ઇનામ સ્કીમ ડ્રોના નામે 39 માસ સુધી લોકો પાસેથી હપ્તા ઉઘરાવી અંદાજે 280 જેટલા ગ્રાહકના રૂ.86 લાખ લઇ ફેબ્રુઆરી માસથી શહેરમાંથી રફુચક્કર થઇ ગયો હતો. છેલ્લા 4 માસથી ગ્રાહકો તેમની શોધખોળ કરવા છતાં કોઈ સંપર્ક ન થતા તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે ગ્રાહકો એકત્ર થઇ સ્કીમ આયોજન નિરંજન નામના શખ્સ સામે ફરિયાદ નોંધવા માટે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી આપી હતી.

39 માસ સુધીના હપ્તા લઇ ફરાર થઇ ગયો
ગ્રાહક જનકભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2017માં દર માસે ગ્રાહક પાસેથી 1 હજારના હપ્તા 48 માસ સુધી ભરવાના. છેલ્લે 48 હજારના બદલે તેમને વ્યાજ સાથે 53500 રૂપિયા મળશે. ઉપરાંત દર માસે લક્કી ડ્રોમાં વિજેતા ગ્રાહકને 31 હજાર રૂપિયા ઇનામમાં અપાશે તેવો શ્રી શુભલક્ષ્મી ઇનામ સ્કીમ ડ્રો શરૂ કર્યો હતો. સ્કીમ પુરી થાય તે પહેલા અમારા સૌના પૈસા લીધે ફરાર થઇ ગયો છે.

મધ્યમવર્ગ બચત માટે પૈસા જમા કરાવતા
સંજય દવેએ જણાવ્યું હતું કે દર મહિને રૂ.1 હજાર ભરીએ અને 4 વર્ષે 50 હજાર રૂ.53000 એક સાથે મળે તો પૈસા બચત થઇ શકે તેવા આશ્રયથી મોટાભાગના ગ્રાહકો પૈસા સ્કીમમાં ભરતા હતા. પરંતુ આ ઠગ મજૂરી કરી ભેગા કરેલા મધ્યમવર્ગના પૈસા લઇ રફુચક્કર થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...