આવેદન:MPHWની પરીક્ષામાં કેટલાક ઉમેદવારોએ નકલી સર્ટી રજૂ કરી પરીક્ષા આપ્યાની રાવ

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા ડિગ્રીના સર્ટિઓની યોગ્ય ચકાસણી કરવાની માંગ સાથે પાટણનાઉમેદવારોએ કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 26/06/ 2022ના રોજ લેવાયેલી MPHW પરીક્ષામાં અમુક કેટલાંક ઉમેદવારો દ્વારા ડમી / બોગસ સર્ટિ મેળવી તેનાં આધારે પરીક્ષા આપવામાં આવ્યું હોવાની રાવ સાથે સમગ્ર કૌભાંડ બહાર આવે માટે વિભાગ દ્વારા તમામ સર્ટીઓની યોગ્ય ચકાસણી કરવામાં આવે તેવી પાટણ ખાતે ઉમેદવારો દ્વારા તંત્ર મારફતે આવેદનપત્ર આપી પસંદગી મંડળ સમક્ષ માંગ કરવામાં આવી હતી.

પાટણમાં કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારો દ્વારા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને ઉદેશીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે MPHWમાં ઘણા ઉમેદવારોએ લાયકાત માટેના જરૂરી સર્ટિફિકેટ બોગસ ફોર્ડ રીતે પ્રાપ્ત કરેલ છે જેઓને આ ફિલ્ડની કોઇ તાલીમ અને અભ્યાસ કરેલ નથી.

આવા વ્યક્તિ જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે પણ છેડા કરી શકે છે જેથી આવા ડમી ફોડ / બોગસ સર્ટિફિકેટ ધારકોને રોકવામાં આવે અને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, અમુક યુનિવર્સિટી દ્વારા ઘણા ઉમેદવારને પાછળના વર્ષના બોગસ / ડમી સર્ટિફિકેટ આપવા આવેલ છે અને જો તપાસ કરાવવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. હજારો લાયક ઉમેદવારને ન્યાય મળશે તેવી અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...