તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:પાટણમાં ભક્તિ સંગીતના સુરો વચ્ચે ભગવાન જગન્નાથજીનાં મંગલમય મામેરાની શોભાયાત્રા નીકળી

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં જગન્નાથજીનાં મંગલમય મામેરાની શોભાયાત્રા નીકળી - Divya Bhaskar
પાટણમાં જગન્નાથજીનાં મંગલમય મામેરાની શોભાયાત્રા નીકળી
  • મામેરામાં યજમાન પરિવાર દ્વારા ભગવાનના આભૂષણો, રેશમી વસ્ત્રો તેમજ રોકડ રકમ રૂ. એક લાખ 21 હજાર મુકવામાં આવ્યા
  • રવિવારે મંદિર પરિસર ખાતે ભગવાનનો મહા અભિષેક કરાશે

ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રાને લઇને સમગ્ર પાટણ શહેરનું વાતાવરણ ભક્તિમય બન્યું છે. ત્યારે શનિવારના રોજ શહેરના નાગર લીંબડી ખાતેથી યજમાન પરિવાર કેશવલાલ ગુલાબચંદ પટેલ પરિવાર અને તેમના કુટુંબી ભાઇઓ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીનુ ભવ્યાતિ ભવ્ય મંગલમય મામેરુ ભક્તિ સંગીતના સુરો વચ્ચે શણગારેલી બગીમાં સાંજે 4:49નાં શુભ મુહૂર્તમાં પ્રસ્થાન સ્થાન પામ્યું હતું.

શણગારેલી છાબડીઓમાં દર દાગીના તેમજ રોકડ રકમ મૂકાઇ
શણગારેલી છાબડીઓમાં દર દાગીના તેમજ રોકડ રકમ મૂકાઇ

યજમાન પરિવાર દ્વારા રૂ. એક લાખ 21 હજાર મુકવામાં આવ્યા
​​​​​​​મામેરાના પ્રસ્થાન સમયે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની યજમાન પરિવાર સહિત જગદીશ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, રથયાત્રા સમિતિના આગેવાનો તેમજ પાટણના અગ્રગણ્ય નગરજનોની ઉપસ્થિતિમાં મહાઆરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ શણગારેલી છાબડીઓમાં ભગવાનના મામેરામાં મુકવામાં આવેલા દર દાગીના તેમજ રેશમી કાપડમાંથી તૈયાર કરાયેલા ભગવાનના વસ્ત્રો સહિતની સામગ્રીઓ અને રોકડ રકમ રૂપિયા 1 લાખ 21 હજાર યજમાન પરિવારની બહેનો માથે મૂકીને પ્રસ્થાન પામતા સમગ્ર વાતાવરણ ભગવાન જગદીશ મય બન્યું હતું.

મામેરાનું અબીલ ગુલાલની છોળો વચ્ચે ભવ્યાતી ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું
ભગવાન જગન્નાથજીનુ મંગલમય મામેરુ ભક્તિ સંગીતના સુરો વચ્ચે યજમાન પરિવારના નાગર લીમડી ખાતેના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન પામી સાલીવીવાડા ચોક, શારદા સિનેમા થઈ ખોખરવાડા ચોક, અંબાજી મંદિર થઇને ભગવાન જગન્નાથજીના નિજમંદિરે પહોંચતા ભગવાનના મામેરાનું ઉપસ્થિત ભક્તજનો દ્વારા અબીલ ગુલાલની છોળો વચ્ચે ભવ્યાતી ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું.

મામેરૂ યજમાન પરિવારના નાગર લીમડી ખાતેના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન કરી જગન્નાથજીના નિજમંદિરે પહોંચ્યું
મામેરૂ યજમાન પરિવારના નાગર લીમડી ખાતેના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન કરી જગન્નાથજીના નિજમંદિરે પહોંચ્યું

યજમાન પરિવાર દ્વારા રવીવારે સવારે ભગવાનના મંદિર પરિસર ખાતે મહાઅભિષેક સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવશે
​​​​​​​ભગવાનના મંગલમય મામેરા પ્રસંગે ઉપસ્થિત રહેલા જગદીશ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રથયાત્રા સમિતિના આગેવાનો તેમજ પાટણ શહેરના અગ્રગણ્ય નાગરિકોનુ યજમાન પરિવાર કેશવલાલ ગુલાબચંદ પટેલ, મહેન્દ્રકુમાર જયંતીભાઈ પટેલ તેમજ રિતેશકુમાર દેવચંદભાઈ પટેલ પરિવાર દ્વારા આવકારી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજીના મામેરાનો લ્હાવો લેનાર યજમાન પરિવાર દ્વારા રવીવારે સવારે ભગવાનનો મંદિર પરિસર ખાતે મહાઅભિષેક સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...