પાટણ જિલ્લાના હારીજ તાલુકાના માસા ગામે આજરોજ રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કલેટર સુપ્રિત ગુલાટીની અધ્યક્ષતામા આયોજીત આજની રાત્રીસભામાં કલેક્ટરએ ગ્રામજનો સાથે સંવાદ કરીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા.
આજરોજ આયોજીત રાત્રીસભામાં સરકારની વિવિધ યોજનાની જાણકારી જે તે વિભાગના પ્રતિનિધિ દ્વારા આપવામા આવી હતી. સરકારની યોજનાઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, તાડપત્રી સહાય યોજના, સબ મર્શીબલ પંપ યોજના, માતૃ શક્તિ યોજના, ICDS ખાતાની યોજનાં, આરોગ્ય ખાતાની યોજનાં જેમ કે કે વેક્સીનેશન, પી. એમ.જે.વાય યોજના, આયુષ્યમાન યોજના, વય વંદના, નિરાધાર યોજના, વિધવા સહાય, નેશનલ ક્રુડ સિક્યુરિટી એક્ટ, વારસાઈ નોંધ, આધાર કાર્ડ વગેરે જેવી યોજનાઓથી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યાં હતા. ત્યારબાદ કલેકટરએ સરપંચ ઉપરાંત ગામવાસીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં પાણી , રસ્તાઓના પ્રશ્નો મુખ્ય રહ્યાં હતા. પ્રશ્નોનાં સમાધાન માટે કલેક્ટરએ પાણી પુરવઠા અધકારી અને ગામના સરપંચ સાથે સંવાદ કર્યા બાદ આ પ્રશ્નનો ઉકેલ ત્વરિતપણે આવે તે માટે સુચન કર્યું હતુ.
રસ્તાના પ્રશ્નના નિરાકરણ માટે કલેકટરએ માર્ગ અને મકાન વિભાગનાં અધિકારી સાથે ચર્ચા કરી હતી. કલેક્ટરએ ગ્રામજનોને આયુષ્યમાન યોજનાંનો લાભ લેવા માટે જણાવ્યું હતુ તેમજ જેઓને આયુષ્યમાન કાર્ડ મેળવવા હોય તેઓ જલ્દી મેળવી લે તેવો અનુરોધ પણ કર્યો હતો. કલેક્ટરએ લોકોને વેક્સિન લેવા , ગામના 15 કુપોષિત બાળકોને દત્તક લઈને તેમને સરકારની યોજનાઓના લાભ અપાઈ તેઓ સુપોષિત થાય ઉપરાંત તમાકુ ના વ્યસન થી ગામવાસીઓને દૂર રહેવા આજની રાત્રીસભામાં અનુરોધ કર્યો હતો.
આ રાત્રીસભામાં કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટી, માસા ગામના સરપંચ, પ્રાંત અધકારી સમી, જિલ્લા પુરવઠા અધિકારી પાટણ, પ્રોગામ ઓફીસર, ICDS પાટણ, કાર્યપાલક ઇજેર, પાણી પુરવઠા, પાટણ, મામલતદાર હારીજ, તાલુકા વિકાસ અધકારી હારીજ ઉપસ્થિત રહ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.