નજીવી બાબતે મારામારી:હારીજના એકલવામાં દૂધ મંડળીના મંત્રી અને ગ્રાહક વચ્ચે સાગરદાણ લેવાનાં મામલે મારામારી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ઘટના અંગે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ

હારીજ તાલુકાનાં એકલવા ગામે દૂધ મંડળીમાં ગ્રાહક અને મંડળીના મંત્રી વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. આ બનાવ અંગે બંને પક્ષે સામસામી ફરીયાદો નોંધાઈ હતી.

આ અંગે મળતી માહિતી મુજબ હારીજ તાલુકાના એકલવા ગામે રહેતા જયેશ કુરાભાઇ ગામની દુધસાગર ડેરીએ સાગરદાણનો કોથળો લેવા ગયા હતા. ત્યારે ડેરીનાં મંત્રી હમીરભાઇએ ઉશ્કેરાઇને જયેશભાઇને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ હરેશભાઇએ ધોકાથી જયેશભાઇને મારતાં માથામાં અને આંખે ઈજા પહોંચી હતી.

આ અંગે જયેશભાઇએ ફરીયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી 323/324 મુજબ ગુનો નોંધ્યો હતો. સામા પક્ષે આ બનાવ અંગે હમીરભાઇ હેમરાજભાઇએ પણ ચાર વ્યક્તિઓ સામે એવો આક્ષેપ કર્યો હતો કે, એકલવાની ડેરીમાં દૂધ ભરવાનું ચાલુ હતું ત્યારે મંત્રીએ જયેશભાઇને આ સાગરદાણ કોના નામે લેવાનું છે તેમ કહેતા જયેશભાઇ એમ કહ્યું કે, સાગરદાણ દિનેશભાઇનાં નામે લેવાનું છે. તેમ કહેતાં હમીરભાઇએ કહ્યું કે, જેનાં નામે લેવાનું હોય તેમને મોકલો તેમ કહેતાં જયેશભાઇએ ઉશ્કેરાઇને ગાળો બોલી હતી. તેમજ ધોકાથી હમીરભાઇને તથા અન્યોએ ગડદાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...