કોરોનાનો કહેર:પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 4 કોરોના પોઝિટિવ કેસ, ગઇકાલે વધુ ત્રણ પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં આવ્યું

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 ડિસેમ્બર પછી બે દિવસ પહેલા 1 કેસ સરસ્વતી તાલુકામાં આવ્યો હતો
  • જિલ્લાવાસીઓ સાવચેતી નહીં રાખે તો કેસ વધી શકવાની સંભાવના

પાટણ જિલ્લામાં છેલ્લા 24 દિવસ બાદ બે દિવસ પહેલા કોરોનાનો એક કેસ સામે આવ્યો હતો. તો ગઇકાલે શુક્રવારે વધુ 3 કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લાવાસીઓએ હવે કોરોનાના નીતિ-નિયમોનું કડક પાલન કરવાનો સમય ફરી એકવાર આવી ગયો છે. તો પોલીસ તંત્ર દ્વારા માસ્ક ના પહેરનારા લોકોને રૂ. 1 હજારનો દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. તો સાથે સાથે માસ્ક પહેરવા સૂચનાઓ પણ અપાઈ રહી છે.

પાટણ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે 13 ડિસેમ્બર પછી બે દિવસ પહેલા 1 કેસ સરસ્વતી તાલુકામાં આવ્યો હતો. ત્યારબાદ ગઈકાલે શુક્રવારે શહેરમાં વધુ 3 કેસ આવ્યા હતા, જેથી જિલ્લામાં હાલ કોરોનાના 4 એક્ટિવ કેસ થયા છે.

આમ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કુલ 4 એક્ટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. રાજ્યમાં બીજી લહેર બાદ જ ત્રીજી લહેરની તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. જિલ્લામાં હાલ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને તંત્ર સજ્જ છે. પરંતુ જે પ્રકારે કોરોનાના કેસોએ આવી રહ્યા છે તેને જોતા હવે પ્રજાએ જાતે જ સાવચેત થઇ જવાનો વારો પુનઃ એકવાર આવી ગયો છે. પ્રજાએ કોરોનાના નિયમોનું કડક પાલન કરવું જ પડશે. નોંધનીય છે કે ફરજીયાત માસ્ક, સેનેટાઈઝરનો ઉપયોગ તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અનિવાર્ય બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...