તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં છેલ્લા 6 દિવસથી એક પણ કોરોનાનો કેસ નહીં, એક દર્દી સ્વસ્થ થયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10,660 પર પહોંચ્યો

પાટણ જિલ્લામાં છેલ્લા છ દિવસથી કોરોનાનો એક પણ નવો કેસ ના નોંધાતા તંત્ર અને જિલ્લાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10,660 પર પહોંચ્યો છે.

હાલમાં 03 દર્દીઓ હોમ આઇસોલેસનમાં
પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં છેલ્લા 6 દિવસથી એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે આજે ગુરુવારે પણ એક પણ નવો કેસ ના નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં 03 દર્દીઓ હોમ આઇસોલેસનમાં છે. તો 520 દર્દીઓના સેમ્પલ પેન્ડિગ છે. તો કોરોનાની સારવાર દરમિયાન અત્યાર સુધી 109 દર્દીઓના મોત નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...