• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In The Last 5 Years, 5 To 6 Thousand Students Who Were Underprivileged Were Adopted And Given Education, Many Students Became Self reliant.

જન મંગલ સેવા ટ્રસ્ટનો અનોખો સેવાયજ્ઞ:છેલ્લા 5 વર્ષમાં જરૂરીયાંત મંદ 5 થી 6 હજાર વિદ્યાર્થીઓને દત્તક લઈ શિક્ષણની હુફ આપી, અનેક વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બન્યાં

પાટણએક મહિનો પહેલા

પાટણ જિલ્લાના વઢીયાર પંથકમાં આવેલા જૈન ધર્મના તીર્થ સમા શ્રી શંખેશ્વર ધામની ધીંગી ધરા ના લોકો મોટા ભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, જેમની ટુંકી આવક મર્યાદાને કારણે તેઓ તેમના બાળકોને જોઈએ તેવું શિક્ષણ પુરૂ પાડવામાં અસમર્થ બનતા હોય છે. ત્યારે આ વઢીયાર પંથકમાં જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની શિક્ષણની ભુખને સંતોષવાની સાથે સાથે જરૂરિયાત મંદ લોકોને આત્મ નિર્ભર બનાવવાની ભાવનાને ચરિતાર્થ કરવાનાં ઉદ્દેશથી જિજ્ઞા શેઠે 10 વર્ષ પહેલા જન મંગલ સેવા ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ સંસ્થાએ છેલ્લા 5 વર્ષમાં જરૂરીયાંત મંદ 5 થી 6 હજાર વિદ્યાર્થીઓને દત્તક લઈ શિક્ષણની હુફ આપી આત્મનિર્ભર બનાવ્યાં હતા.

દસ વર્ષથી નિઃસ્વાર્થ કાર્ય કરી રહ્યા છે
કોમ્પ્યુટર ક્લાસ, શિવણ વર્ગ, બ્યુટી પાર્લર કોર્ષ સહિતના કલાસીસો સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા જરૂરિયાત મંદોને મદદરૂપ બની છેલ્લા દસ વર્ષથી નિઃસ્વાર્થ કાર્ય કરી જિજ્ઞા શેઠે વઢીયાર પંથકમાં સેવાની સુવાસ ચોમેર ફેલાવી છે. એક વિરાંગના તરીકેની પ્રસિદ્ધિ મેળવવાની સાથે સાથે જૈન મહારાજ સાહેબ, રાજકીય આગેવાનો, શિક્ષણના માધંતાઓ અને સમગ્ર શંખેશ્વરના લોકોનો આગવો પ્રેમ સંપાદન કરનાર જન મંગલ સેવા ટ્રસ્ટનાં સ્થાપક જિજ્ઞાબેન શેઠે વઢીયાર પંથક માટે આગવું યોગદાન આપ્યું છે.

બાળકોને સુવિધાભર શિક્ષણ મળે તે હેતુથી ટ્રસ્ટની સ્થાપના
વઢીયાર પંથકમાં જૈનોના તિર્થ ધામ શંખેશ્વર ખાતે જન્મેલા જિજ્ઞાબેન શેઠ કે જેઓને આ પંથકમાં જોઇએ તેવી અભ્યાસની સુવિધા ઉપલબ્ધ ન હોય જેનાં કારણે તેઓને અભ્યાસ માટે અનેક મુશ્કેલી વેઠવી પડી હતી. જે મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તેઓએ આ વઢીયાર પંથકનાં બાળકોને સુવિધાભર શિક્ષણ મળે તે માટે નિશ્ચય કરી આજથી દસ વર્ષ પહેલાં જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી.

સમાજના શ્રેષ્ઠીઓએ કાર્યને સરાહનીય લેખાવી સહયોગ સાંપડ્યો
શંખેશ્વર ખાતે એક કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જિજ્ઞા કોમ્પ્યુટર ક્લાસ શરૂ કર્યો હતો અને જરૂરીયાતમંદ પરિવારના વિદ્યાર્થીને દતક લઈને કોમ્પ્યુટરનું જ્ઞાન પિરસવાનું શરૂ કર્યું હતું. જેને જૈન સમાજના શ્રેષ્ઠીઓએ સરાહનીય લેખાવી સહયોગ સાંપડ્યો હતો, જેનાં કારણે આજે 55 કોમ્પ્યુટર સાથે પંથકના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે, તો આની સાથે સાથે વિસ્તારની જરૂરિયાત મંદ બહેનો આત્મ નિર્ભર બને તે માટે તેઓ દ્વારા શિવણ વર્ગ, બ્યુટી પાર્લરના કોર્ષની શરૂઆત કરી હતી. જેના કારણે આજે અનેક બહેનો આત્મ નિર્ભર બની પરિવારજનોને મદદરૂપ બની રહી છે. નાના બાળકોમાં અંગેજીનું જ્ઞાન કેળવાય તે હેતુથી ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ પણ શરૂ કરવામાં આવી છે. આવી અનેકવિધ પ્રવૃત્તિઓની સાથે સાથે તેઓએ કોરોના કાળના સમયમાં શંખેશ્વર પંથકના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 15 હજારથી વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપતી આયુર્વેદ દવાઓનું વિતરણ, ત્રણ મહિના સુધી સવાર સાંજ 700 થી વધુ જરૂરિયાત મંદોને પોષ્ટીક ભોજન પીરસી પંથકમાં એક અનોખી સેવાનું પ્રદાન કર્યું હતું. જેમાં તેઓને અન્ય જૈન ટ્રસ્ટોનો પણ સહયોગ મળ્યો હતો.

સરકારની વિવિધ યોજનાઓનો પણ અનેક લોકોને લાભ અપાવ્યો
આ સેવાકાર્ય માટે જૈન મહારાજના આશિર્વાદ સાથે રાજકીય, સામાજિક આગેવાનોની પણ હુંફ મળી છે તો સરકારની વિવિધ યોજનાઓનો પણ અનેક લોકોને લાભ અપાવી જન મંગલ સેવા ટ્રસ્ટે આગવી લોક ચાહના મેળવી છે. આજે આ ટ્રસ્ટનાં માધ્યમથી ચાલતી વિવિધ પ્રવૃતિઓ થકી અનેક લોકોની સાથે સાથે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આત્મ નિર્ભર બન્યા છે તો કેટલાક વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવી આજ સંસ્થામાં પોતાની સેવાઓ આપી અન્યોને આત્મ નિર્ભર બનાવવા માટે સહીયોગી બની રહ્યા છે.
બાળકોને દતક લઈ કોમ્પ્યુટરનું જ્ઞાન પિરસવાનું શરૂ કર્યું
શંખેશ્વર ખાતે જન મંગલ સેવા ટ્રસ્ટનાં નેજા હેઠળ જિજ્ઞા કોમ્પ્યુટર કલાસીસની સ્થાપના કરી અનેક વિધ પ્રવૃતિ કરતાં સંસ્થાના સ્થાપક જિજ્ઞાબેન શેઠે જણાવ્યું હતું કે, આ વિસ્તારના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર હોવાના કારણે શિક્ષણથી વંચિત રહી જતા હોય છે જેથી તેઓનાં બાળકોને દતક લઈ કોમ્પ્યુટરનું જ્ઞાન પિરસવાનું શરૂ કર્યું હતું જેમાં સફળતા મળ્યા બાદ શિવણ વર્ગ, બ્યુટી પાર્લર કોર્ષ અને નાનાં બાળકો માટે ઈંગ્લીશ મિડીયમ સ્કૂલની શરૂઆત કરવામાં આવી છે. તેમાં જૈન સમાજ સહિતના દાતાઓનો સહકાર અને જૈન મહારાજ નાં આશિર્વાદ મળતાં વઢીયાર પંથકમાં લોક સેવાનાં કામો શરૂ કરવામાં આવ્યાં છે. તહેવારોને અનુલક્ષીને જરૂરિયાતમંદ પરિવારોને મિઠાઈ વિતરણ, ધાબળા વિતરણ, નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, કોરોના કાળમાં આયુર્વેદ દવાઓ સાથે ઉકાળાનું વિતરણ, સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા સહિતની સેવા પ્રવૃતિ કરવામાં આવી રહી છે.

સંસ્થામાં જ્ઞાન મેળવી તેમા જ નોકરી શરૂ કરી
જિજ્ઞા કોમ્પ્યુટર કલાસીસમાં કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવી આજ સંસ્થામાં છેલ્લા દોઠ વર્ષથી નોકરી કરી આત્મ નિર્ભર બનેલી વિદ્યાર્થિની રામી રિન્કુએ જણાવ્યું હતું કે, જિજ્ઞા મેમના કારણે અમારામાં આત્મ વિશ્વાસ વધ્યો છે અને તેમની પ્રેરણાદાયી કાર્યોથી પ્રભાવિત થઈ હું પણ અત્યારે લોકોને કોમ્પ્યુટરનું જ્ઞાન આપી રહી છું.
હું પણ અન્યોને મદદરૂપ થવાની તમન્ના વ્યક્ત કરૂ છુંઃ વિદ્યાર્થિની
જન મંગલ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતાં જિજ્ઞા બ્યુટી પાર્લર ક્લાસમાં તાલીમ મેળવી રહેલી વિદ્યાર્થિની પ્રજાપતિ પુજાએ જણાવ્યું હતું કે, જિજ્ઞા મેડમે મને દતક લીધા બાદ મે જિજ્ઞા કોમ્પ્યુટર કલાસીસમાં જ્ઞાનની સાથે સાથે ત્રિપલ સીની પરિક્ષા પાસ કરી હતી. હાલ હું બ્યુટી પાર્લરનો કોર્ષ કરી રહી છું અને જેનાં થકી હું આત્મ નિર્ભર બની પરિવારજનોને મદદરૂપ બનવાની સાથે જિજ્ઞામેમની જેમ અન્યોને મદદરૂપ બનવાની તમન્ના વ્યક્ત કરૂ છું.

જિજ્ઞા કોમ્પ્યુટર કલાસીસમાંથી કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવી શિવણ વર્ગની તાલીમ મેળવી રહેલી દરજી રીનાએ જણાવ્યું હતું કે, જિજ્ઞા મેડમે અમને ખુબ જ સહકાર આપ્યો છે. જેનાં થકી અમોએ કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવવાની સાથે સાથે હાલમાં શિવણ વર્ગના લાભ મેળવી આગળ વધી રહ્યા છીએ.
પ્રમાણપત્રો અને ટ્રોફી આપી સન્માન કરાયું
શંખેશ્વર સહિત ગુજરાતભરમાંથી જિજ્ઞા બેનની બાળકોને દત્તક લઈ કોમ્યુટર કલાસ, સિવણ કલાસ અને બ્યુટીપાર્લર તેમજ નસિંગકલાસની અવરીત સેવા બદલ વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું પ્રમાણપત્રો અને ટ્રોફી આપી સન્માન પણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...