તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In The Kutch Branch Canal Of Santalpur Panth, Rs. Eight Iron Doors Worth Eight Lakhs Were Stolen, Many Questions Against Getman

ચોરી:સાંતલપુર પંથકની કચ્છ બ્રાન્ચ કેનાલમાંના રૂ. આઠ લાખની કિંમતના લોખંડનાં આઠ દરવાજા ચોરાયા, ગેટમેન સામે અનેક સવાલો

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરીની ઘટનાનાં દસ દિવસ બાદ એજન્સીના મેનેજરે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

પાટણના સાંતલપુર પંથકની કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવા માટેના ઉભા કરાયેલા દરવાજાની ચોરી થયાના 10 દિવસ બાદ એજન્સીના મેનેજરે સાંતલપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

આ બાબતે મળતી વિગતો મુજબ, ગત દિવસોમાં સાંતલપુર પંથકની કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવા માટે ઉભા કરવામાં આવેલા લોખંડનાં દરવાજાઓની જાળવણી અને તેની દેખરેખ માટે સર્જન ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સી દ્વારા ગેટમેનની નિમણુંક કરવામાં આવી હતી. ત્યારે દશેક દિવસ પહેલા સાંતલપુર પંથકની કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવા માટે ઉભા કરવામાં આવેલા લોખંડનાં દરવાજા પૈકી કુલ આઠ દરવાજાની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હતા.

આ બાબતે ફરજ પરના ગેટમેનને જાણ થતાં તેણે એજન્સીના મેનેજરને આ ઘટનાની જાણ કરો હતી. ત્યારે એજન્સીના મેનેજર દ્વારા આ મામલે પ્રથમ તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ નક્કર માહિતી ન મળતાં ઘટનાના દસ દિવસ પછી તેમણે સાંતલપુર પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ રૂપિયા આઠ લાખની કિંમતના લોખંડનાં આઠ દરવાજા ચોરી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

કોન્ટ્રાક્ટરે અજાણ્યાં ઇસમો સામે રૂ. આઠ લાખની કિંમતનાં લોખંડનાં દરવાજાઓની ચોરીની ફરીયાદ નોંધાવતાં આવા વજનદાર દરવાજા ચોરીનાં બનાવને પગલે ફરજ પરના જવાબદાર ગેટમેન સામે પણ અનેક સવાલો ઘેરાયા છે.

અન્ય સમાચારો પણ છે...