પાટણ તાલુકાના કોટાવડ ગામના ભાયચંદજી ઠાકોરના દીકરા અલ્પેશજી અને ભુપતજીના લગ્ન બનાવના એક વર્ષ અગાઉ બનાસકાંઠાના નવા નેસડા ગામે તેમના કુટુંબી ભાઈ રંગુજી ઠાકોરે કરાવ્યા હતા. આ પછી રંગુજી ઠાકોરે તારા બંને દીકરાના લગ્ન મેં કરાવ્યા હતા તેથી તું મારા દીકરાના લગ્ન ક્યાંક કરાવી આપ આપણી વચ્ચે જે તે વખતે આ વાત નક્કી હતી. જેમાં ભાયચંદજીએ આવું કંઈ નક્કી થયું નથી તેમ જણાવતા બંને કુટુંબી ભાઇઓ વચ્ચે મનદુઃખ થતાં 26/6/2013ના રોજ સિકોતર માતાના મંદિરે માતાજીની રૂબરૂ સોગંદ ખાવા નક્કી થયું હતું.
જેમાં બંને પક્ષો ભેગા થઈ સોગંદ લેવાયા હતા. પરંતુ ત્યાંથી ઘરે જતી વખતે એક પક્ષે તમે ખોટા સોગંદ ખાધા છે તેમ કહી ધારીયા અને તલવારથી હુમલો કરતા પરથીજી જેઠાજી ઠાકોર અને મગનજી જેઠાજી ઠાકોરના મોત નિપજ્યા હતા. આ અંગે 25 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં કોર્ટમાં 37 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. જેમાં 21 હોસ્ટાઈલ થયા હતા. 25 પૈકી 4 આરોપીના મોત થયા હોઈ 21 આરોપી સામેની સુનાવણી હાથ ધરાતા ફરિયાદ પક્ષ રેકર્ડ પર નિશંક પણે ગુનો પુરવાર ન કરી શકતા બીજા એડિશનલ સેશન્સ જજ એ.કે. શાહે ચાર મૈયત આરોપી સામેનો કેસ એબેટ કર્યો હતો. જ્યારે બાકીના આરોપીઓને હત્યાના ગુનામાંથી શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.