હારીજ તાલુકાનાં રોડા ગામે પાટણ એલ.સી.બી. પોલીસે ગઈ મોડીરાત્રે ઓચિંતો છાપો મારીને એક શખ્સની અટકાયત કરી હતી. પોલીસે લેપટોપ અને એક મોબાઈલ મળી કુલ રૂ.22 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ઓનલાઈન જુગાર રમી રહેલા 8 જણા સામે ગુનો નોંધ્યો હતો.
ઇન્ડસલેન્ડ બેંકનું સ્ટેટમેન્ટ મળ્યું
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ એલ.સી.બી. પોલીસની ટીમે મળેલી બાતમી આધારે હારીજનાં રોડા ગામે શુક્રવારની મોડી રાત્રે ઓચિંતી રેડ કરી હતી. જે દરમિયાન કૌશલ દરજી ઘણા સમયથી પોતાનાં ઘરે ઓનલાઇન લેપટોપનાં માધ્યમથી સટ્ટો રમાડતો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે કૌશલનાં લેપટોપમાં જોતાં ડેસ્કટોપ ઇન્ડસલેન્ડ બેંકનું સ્ટેટમેન્ટ જણાતું હતું અને તેની બાજુમાં 10 એન્ટ્રી જોવા મળી હતી. બેકનાં ધારકનું નામ જિજ્ઞેશ કેશવલાલ સોહિલીયા (રહે બહેરામપુરા, અમદાવાદ)નાં નામનું ખાતુ જોવા મળ્યું હતું.
આ રીતે રમાડાતો હતો સટ્ટો
પોલીસે કૌશલને તું આ શું કરે છે અને કોનું ખાતું છે? ઓનલાઇન સટ્ટો કેવી રીતે અને કોણ કોણ રમો છો ને રમાડો છો ? તે અંગે પુછતાં તેણે જણાવેલું કે, પોતે છેલ્લા 25 દિવસથી રૂા.8000નાં પગારથી રાજ નામનાં વ્યક્તિએ જ્યોત્સનાબેન નામની એક વ્યક્તિને ત્યાં તેને નોકરીએ રખાવ્યો છે. તેણે ઓનલાઇન સટ્ટા અંગે જણાવતાં કહ્યું કે, લેપટોપનાં ડેસ્કટોપ પર સેટ કરેલી ક્રોમ એપ્લીકેશન પર ક્લીક કરતાં એક સ્લીપ ખુલે છે જે સ્લીપ સટ્ટો રમવા આવતા ગ્રાહકોની હોય છે અને તે ગ્રાહક પૈસાની આપ લે ફોન પે, ગુગલ પે, પેટીએમ વિગેરેનો કરતો હોય તે મુજબ સ્લીપ આવતી હોય છે. તે સ્લીપમાં એમાઉન્ટ હોય છે ને છેલ્લે તે સ્લીપની નીચે 12 અંક હોય છે ને તે અંક પૈકી પ્રથમ એક નંબર 1 થી 6 સુધીનાં અંકને છોડી અંક નં. 7 થી 12 સુધીનાં 6 અંકને રેફરન્સ નંબરમાં નાંખતા ઓટોમેટિક સ્લિપ જતી રહે છે ને બાજુમાં એક ડેટા એન્ટ્રી હોય છે તેમાં છેલ્લા દસ ગ્રાહકોની એન્ટ્રી બતાવે છે. જે એન્ટ્રીઓનાં પત્રકમાં પ્રથમ ગ્રાહકનું નામ, એમાઉન્ટ, છ અંક, સ્લીપની માહિતી આવી જાય છે. એટલે એન્ટ્રી થઇ ગઇ કહેવાય ને જુગાર રમાડનારનું કામ પુરુ થઇ ગયું કહેવાય છે.
સ્લીપમાં આવેલ નાણાં ક્યાં જાય છે?
આ કાર્ય પૂર્ણ થયા પછી આ સ્લીપમાં આવેલ નાણાં ક્યાં જાય છે અને શું કરવામાં આવે છે? તે અંગે પોલીસે પુછતાં કૌશલે જણાવ્યું કે, ઉપરોક્ત એન્ટ્રી પદ્ધતિ પૂર્ણ થતાં સ્લીપમાં આવેલ એમાઉન્ટનાં નાણાં ઓટોમેટિક ઇન્ડસલેન્ડ બેંકનાં ખાતામાં જમા થઇ જાય છે અને તે નાણાના બદલામાં ગ્રાહકને ટોકન આપવામાં આવે છે તે ઓનલાઇન ટોકનમ રુપાંતરીત થઇ જાય છે અને તે ટોકનથી ગ્રાહક સટ્ટો રમતો હોય છે અને તે ગ્રાહક હારી જાય તો તેનાં આપેલા નાણાં જાય અને જીતે તો જે કૌશલ કામ કરતો હતો તે રીતે વિડ્રોલનું કામ રોશન ચૌધરી તથા તેનો રીલીવર કૌશલને નોકરીએ રખાવનાર રાજને ગ્રાહક તેનો ખાતા નંબર આપે તેના ખાતામાં વિડ્રોલ કરતા હોય છે.
સટ્ટામાં કોણ કોણ સામેલ
આ સટ્ટામાં કોણ કોણ અને કેવી રીતે સટ્ટો રમી રમાડે છે? તે અંગેની હકિકત પુછતાં તેણે જણાવેલુ કે, પચ્ચીસ દિવસ પહેલા રાજે કૌશલને જોત્સનાબેન પાસે નોકરીએ લઇ ગયેલો અને પોતે રહેલો અને સામે રીલીવર તરીકે રીકે શિવ હતો જે આ બંને ઉપરોક્ત વિગતની કામગીરી કરતા હતા અને રોશન તથા રાજ વિડ્રોલનું કામ સંભાળતા હતા. તેમજ જોત્સનાબેને બે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, તેમાં એક ગ્રુપ એન્ટ્રી ગ્રુપ છે અને બીજું ગ્રુપ એમ.જે.સી. રીટને એન્ટ્રી છે, અને તેનો અર્થ માસ્ટર જોત્સનાબેન થાય છે, અને તે ગ્રુપમાં આ ચાર જણ તથા ધાર્મીક તથા માનવ રહે. એકલવા તથા મુકેશ એમ કુલ સાત અને એડમીન મળી કુલ 8 માણસો તથા બેન્ક ખાતાધારક સોહીલીયા જીગ્નેશ કેશવભાઇ એમ નવ માણસો આ સટ્ટો રમાડતા હતા.
તમામ માણસો એકલવા ગામના
એન્ટ્રીઓ પોતાના ઘરે જ કરતો હોઇ ગ્રાહક શું સટ્ટો રમે છે? તે સંબંધે પોલીસે પુછતાં વાતો વાતથી આ લોકો ક્રિકેટ તથા અન્ય ઓનલાઇન સટ્ટા રમાડે છે. તેવું જણાવ્યું હતું અને પોતાના સિવાય તથા સોહીલીયા જીગ્નેશ સિવાયના તમામ માણસો એકલવા તા. હારીજના હોવાનું જણાવી આ લેપટોપનું પ્રથમ ડેકસ્ટોપ સ્ક્રીન શોર્ટ પાડી તે ડેકસ્ટોપ પરની ક્રોમ ઉપર ક્લીક કરતા ખુલતી પાવતીનો ફોટા પાડી અને તે પાવતીને જનરેટ કરતાં દસ ડેટા એન્ટ્રીઓ ખુલતા તેના ફોટા પાડી અને તે ડેટા એન્ટ્રીથી ક્યાં નાણાં જાય છે, તે બેન્કનું સ્ટેટમેન્ટ ખુલેલ તેનો ફોટો પાડી તથા ઉપરોક્ત બંને ગ્રુપના મેમ્બરોના સ્ક્રીન શોર્ટ મેળવી તેના ઉપર થતી કાર્યવાહીના ફોટા પોલીસે મેળવવામાં અને કૌશલ પાસેથી ફોન તથા લેપટોપ કબજે લીધા હતા.
લેપટોપ જોત્સનાબેનનું
તેમજ આ કૌશલને આ ક્રોમ કેવી રીતે જનરેટ કરવામાં આવે છે તે સંબંધમાં પુછતાં તેણે જણાવેલુ કે, લેપટોપ જોત્સનાબેનનું છે અને લેપટોપ ખોલી એનીડેસ્કમાં હું જઇ ત્યારે તેના ઉપર ખુલતો નંબર તેમને આપું એટલે કૌશલનું લેપટોપ કામ કરી લીન્ક સેટ કરી કૌશલને લીંક ક્રોમ સેટ કરી આપતા અને આ લીન્ક સીબીટીએફ છે એટલી તેને ખબર છે તેમ જણાવ્યું હતુ..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.