નકલી નોટોનો વરસાદ:પાટણ પાલિકાની સામાન્્ય સભામાં વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી નકલી નોટો ઉડાડી

પાટણ13 દિવસ પહેલા
  • ભાજપના નેતાઓ નોટોના ભૂખ્યા હોવાના ગંભીર આક્ષેપો કરી નકલી નોટોનો વરસાદ કરી વિરોધ કરવામાં આવ્યો

પાટણ નગર પાલિકાની શુકવારે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં વિવિધ કામો ઉપર ચર્ચાઓ કરવામાં આવી રહી હતી, ત્યારે વિપક્ષના સભ્યો દ્વારા ભાજપના સભ્યો દ્વારા બે રોકટોક કોન્ટ્રાક્ટરો અને સાવરી મોટાપાય ભ્રષ્ટાચાર રહ્યા હોય તેવા આક્ષેપો કરી તમામ સભ્યો નોટોના ભૂખ્યા હોવાના ભાવાર્થ સાથે ભરી સભામાં નોટો ઉછાળીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સભામાં 500 અને 2000ની નકલી નોટો ઉછળી વિરોધ કરવામાં કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ભરત ભાટિયા, આશા બેન ઠાકોર, નેહા બેન પટેલ સહિતના વિપક્ષના સભ્યો જોડાયેલા હતા

ભાજપના નેતાઓ નોટોના ભૂખ્યા હોય નોટોનો વરસાદ કરી વિરોધ કર્યો વિપક્ષ
વિપક્ષના સભ્ય ભરત ભાટીયાએ જણાવ્યું હતું કે, નગરપાલિકામાં ભાજપ પક્ષના 39 સભ્યો છે તે તમામ સભ્યો વહેલી સવારથી સાંજ સુધી બસ ભ્રષ્ટાચાર કરવા માટે જ નગરપાલિકામાં આવે છે. તાજેતરમાં ભૂગર્ભ ગટરના ટેન્ડર માટે ચેરમેનની મંજૂરી વગર જ સભાસદો એ ભ્રષ્ટાચાર કરવા માટે પોતાના મળતીયા કોન્ટ્રાક્ટરને બારોબાર આ ટેન્ડર આપી દેવામાં આવ્યું છે.એમજ પાટણ શહેરમાં ચોમાસાને લઈ પડેલા ખાડાઓના પેચ વર્ક નું કામ પૂર્ણ થવાના હજુ 28 દિવસ પણ પૂર્ણ થયા નથી છતાં પણ તમામ શહેરમાં ફરીથી મોટા મોટા ખાડાઓ અને ભુવાઓ પડી ગયા છે જેથી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ માં મુકવા મુકવા માટે સભામાં ઠરાવ લેવામાં આવ્યો હતો પરંતુ ના સભ્ય ધારવા કોન્ટ્રાક્ટરને બચાવવામાં આવ્યો છે. અને વધુ એક કામ તેને આપવાની ફિરાગમાં છે આમ ભાજપના તમામ સભ્યો પૈસાના ભૂખ્યા હોય બે રોકટોક ભ્રષ્ટાચાર હોય આજરોજ તેમના ઉપર નકલી નોટોનો વરસાદ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે પણ પુરાવો નથી
નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સત્તા પક્ષનું કામ છે વિકાસના કામો કરવાનું અને વિપક્ષનું કામ છે ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરવાનું. એક વર્ષથી વિપક્ષના સભ્યો આક્ષેપો કરી રહ્યા છે પણ એક પણ પુરાવો તેઓ આપ્યો નથી. એજન્સીના કામ માં જો કોઈ ભ્રષ્ટાચાર હશે તો આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરાશે. ઘટના ટેન્ડર મામલે પણ ચેરમેનને આ બાબતે જાણ જ છે તેઓ કોઈ કારણોસર બહાર હોય ટેન્ડરમાં સહી હતી નહીં.

અન્ય સમાચારો પણ છે...