તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In The General Meeting Of Patan District Panchayat, Members Of Opposition Took The Rulers By The Hand Regarding Health, Education And Development Works.

સામાન્ય સભા:પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષના સભ્યોઓ આરોગ્ય, શિક્ષણ અને વિકાસનાં કામોને લઈ શાસકોને આડેહાથ લીધા

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયતનાં સ્વર્ણિમ હોલ ખાતે મળી

પાટણ જિલ્લા પંચાયતની ત્રીજી સામાન્ય સભાની બેઠક મંગળવારના રોજ જિલ્લા પંચાયતનાં સ્વર્ણિમ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી મકવાણાનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં મહત્વના એવા 15માં નાણાપંચના કામોના આયોજન બાબતે કામોની પસંદગી અને સરકારની હાલની ગાઇડલાઇન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયે જિલ્લાના વિકાસ કામોનું આયોજન ઝડપથી થાય તે માટે સરકારે નકકી કરેલી સમય મર્યાદામાં કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત જિલ્લા પંચાયત ખાતે ઉપલબધ કેન્ટીન છેલ્લા કેટલાય સમયથી બંધ હોય તેને પુન:ચાલુ કરવા અને આ કેન્ટીનનું સંચાલન જિલ્લા પંચાયત વર્ગ -3ના કર્મચારી મંડળને સોંપવા ઠરાવ કરી મહતવનો નિર્ણય લેવામાં આવેલ હતો.

પાટણ જિલ્લા પંચાયત જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની એક જ કેમ્પસમાં ચાલતી કુમાર કન્યા શાળાઓને મર્જ કરવા ઠરાવ કરવામાં આવેલ હતો. આ સિવાય જિલ્લા પંચાયતના સામાન્ય તમામ પ્રકારનો કામો ઉપર નિર્ણય લેવામાં આવેલ હતો.

જિલ્લા પંચાયતની મળેલી આ સામાન્ય સભાની શરૂઆતમાં વિપક્ષના નેતા અશ્વીન પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓ મોટા ભાગના તૈયારીઓ વીના જ સામાન્ય સભામાં આવતાં હોય છે જેનાં કારણે કોઈ પણ સમસ્યાને પ્રજા સમક્ષ લઈ જવામાં તકલીફો ઉભી થતી હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો સાથે સાથે શિક્ષણ અને આરોગ્યની બાબતે તેઓએ શાશક પક્ષને આડેહાથ લીધા હતા.

સામાજિક ન્યાય સમિતિ ને રૂ.15 લાખ ફાળવવાના મુદ્દા ને તેમજ 15માં નાણાં પંચની રૂ 8 કરોડની ગ્રાન્ટ બાબતે તમામ સભ્યોની સહમિતિ થી વિકાસનાં કામો મુકવા અને પાટણ જિલ્લામાં આવેલી જૈવિક કમિટીનાં કામ માટે બનાવામાં આવનાર કમિટી બાબતે પંચાયતમાં ઠરાવ ન હોવાનું જણાવી કુલ ત્રણ કામોને વિપક્ષ દ્વારા મુલત્વી રાખવા જણાવતાં ઉપરોક્ત ત્રણેય કામો મુલત્વી રાખવાની ફરજ પડી હતી.

આ બેઠકમાં વિપક્ષના સભ્યો દ્વારા ગુજરાત પંચાયત ધારાની બુક ની માંગ કરતાં શાશક પક્ષનાં સભ્યોએ આ મુદ્દાને ઉડાવી દીધો હતો. જિલ્લા પંચાયતની મળેલી આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા ,નાયબ જિ.વિ.અધી.રીટાબેન પંડ્યા સહિતના અધીકારી, કમૅચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પંચાયતની સામાન્ય સભા મંગળવારે મળી હતી જેમાં જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની 27 ટકા જેટલી ઘટ છે. 347 જગ્યાઓમાંથી માત્ર 275 જેટલી જગ્યાઓ ભરાયેલી છે બાકીની 72 જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓ પર તલાટીઓને તેમના મુખ્ય સેજાથી દૂરદૂરના ગામોમાં ચાર્જ આપતો હોવાથી લોકોના કામો થતાં નથી જેને કારણે તલાટીઓને તેમના મુખ્ય સેજાથી 5 કિલોમીટર સુધીના અંતરમાં ચાર્જ આપવા માટે વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે માગણી રજુ કરી હતી.

ગામડાઓમાં ગટર લાઈનોની સફાઈ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ જિલ્લા પંચાયતને છેલ્લા એક વર્ષથી આપેલું જેટિંગ મશીન ઉપયોગ વગર ધૂળ ખાઈ રહ્યું છે તે અંગે પસ્તાળ પાડી હતી. જિલ્લા પંચાયતમાં રુદ્ર એજન્સીએ 42 ડ્રાઇવરોના પીપીએફ ના પૈસા પરત આપ્યા નથી અને પગાર પણ સમયસર કરતી ન હોવાથી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા વિરોધ પક્ષે માગ કરી હતી. જિલ્લામાં એક જ કેમ્પસમાં ચાલતી કુમાર અને કન્યા શાળાઓ ને મર્જ કરી એક જ શાળા કરવામાં આવે તેવી જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેનની રજૂઆતને પગલે અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ કરાયો હતો. તેમણે સામાજિક ન્યાય નીધિમાં વધારે રૂ.15 લાખની જોગવાઈ કરવા માટે મુદ્દો રજૂ કર્યો હતો પરંતુ તેમાં કયા કામો કરવાના છે અને તેનાથી લોકોને શું ફાયદો થવાનો છે તે નક્કી કર્યા બાદ જોગવાઈ કરવા વિપક્ષે જણાવતાં મુદ્દો મુલત્વી રાખવો પડ્યો હતો.

આ ઉપરાંત સાત સભ્યોની જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ રચના નીતિ નિયમો વિરુદ્ધની થશે તેવી વિપક્ષે ચીમકી આપતા માર્ગદર્શન મળ્યા બાદ સમિતિ રચવાનું નક્કી કર્યું હતું.સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા કારોબારી અધ્યક્ષ દીપમાલાબેન ભાવિકભાઈ પટેલ, સિંચાઈ સમિતિ ચેરમેન જીવણ આહીર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રીટાબેન પંડ્યા, શૈલેષ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...