• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In The Gaja Gram Panchayat Elections Of Patan, The Younger Brother Defeated The Elder Brother By Winning The Post Of Sarpanch By 71 Votes.

નાનાએ મોટાને માત આપી:પાટણના ગજા ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે 71 મતે વિજયી બનીને નાના ભાઈએ મોટાભાઈને હરાવ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવાર જવાનજી ઠાકોરને 267 મત જ્યારે પ્રતાપજી ઠાકોરને 196 મત મળ્યાં
  • કાકા-બાપાના ભાઈઓ આમને-સામને ચૂંટણી લડ્યા, ગ્રામજનોએ વિજયોત્સવ સાદગીપૂર્ણ રીતે ઉજવ્યો

પાટણ તાલુકાના ગજા ગામે યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે કાકા-બાપાના બે ભાઈઓ ઉભા રહ્યા હતા. જેમાં આજે મંગળવારના રોજ પાટણ મામલતદાર કચેરી ખાતે હાથ ધરાયેલી મતગણતરીમાં નાના ભાઈએ મોટા ભાઈને 71 મતે વિજયી બનીને માત આપી હતી.

પાટણ તાલુકાના ગજા ગામે યોજાયેલી ગ્રામપંચાયતની સરપંચની ચૂંટણીમાં બે કુટુંબી ભાઈઓ આમને સામને ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. ત્યારે આજે મંગળવારના રોજ પાટણ મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવેલી મતગણતરી દરમિયાન મોટાં ભાઈ ઠાકોર પ્રતાપજી ચંદનજીને 196 મત મળ્યાં હતાં. જ્યારે નાના ભાઈ ઠાકોર જવાનજી સોવનજીને 267 મત મળ્યા હતા. જેથી 71 મતે નાના ભાઈએ વિજયી બની મોટાં ભાઈને માત આપી હતી.

ગજા ગામમાં સરપંચની ચૂંટણીમાં બંન્ને કાકા-બાપાના ભાઇઓએ ઉમેદવારી નોંધાવી હોવાથી ગ્રામજનોએ જીતનો જશ્ન સાદગીપૂર્ણ રીતે મનાવ્યો હતો. તેમજ સરપંચના વિજેતા ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી હોવાનુ વિજેતા ઉમેદવારના સમર્થકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...