પાટણ નગરપાલિકા નાં સત્તાધારી પક્ષના નગરસેવક મુકેશભાઈ પટેલે સોમવારે આયોજિત પાલિકા ની કારોબારી બેઠક ની શરૂઆત માં શહેરના ગીતા નગરથી કલાનગર તરફ જવાના માર્ગ પર શ્રીનગરની સામે નગર પાલિકા નાં નિતિ નિયમો વિરુદ્ધ ગેરકાયદેસર દબાણ સાથે બનાવવામાં આવેલ મકાનનું બાંધકામ દુર કરવા મામલે પાલિકા સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી આ દબાણ દૂર કરવામાં પાલિકા ની ઢીલી નિતિ સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે પાલિકા દ્વારા આ ગેર કાયદેસર દબાણ કરેલ મકાનનું દબાણ દૂર નહીં કરવામાં આવે તો તેઓ પાલિકા ખાતે અનસન ઉપર ઉતરશે તેવી ચિમકી આપતા કારોબારી બેઠક માં ઉપસ્થિત કારોબારી ચેરમેન સહિતના અધીકારીઓ, કમૅચારીઓ માં સનસનાટી મચી જવા પામી હતી. અને આ મામલે કારોબારી ચેરમેન દ્વારા પાલિકા બાંધકામ શાખાના અધીકારીને તાત્કાલિક આ મામલે સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની સુચના આપી નગર સેવકના રોષ ને શાંત કર્યો હતો.
તો શહેરના યુનિવર્સિટી રોડ પર ચાલતા ઓવર બ્રીજ નાં કામને લઈને વાહનો માટે અપાયેલા ડાયવઝૅન ને લીધે ટીબી ત્રણ રસ્તાથી વાળીનાથ ચોક તરફના માર્ગો પર દિવસ દરમિયાન પસાર થતા ભારે વાહનો ને કારણે આ માગૅ ની હાલત દયનીય બની છે તો ધુળ ઉડવાનુ પ્રમાણ પણ વધ્યું છે ત્યારે આ માગૅ પર પાણી નો છંટકાવ કરવાની સાથે તુટેલા માગૅ નું પુરાણ કરવા આ વિસ્તારના કોર્પોરેટર મહેશભાઈ પટેલ ની રજૂઆત પગલે કારોબારી સમિતી દ્વારા નિયમિત પાણી નો છંટકાવ કરવા અંને તુટેલા માગૅ નું પુરાણ કરવા જે તે વિભાગ ને સુચના આપવામાં આવી હતી.તો શહેરમાં બાકી પેચવર્ક નાં કામો કોન્ટ્રાક્ટર દ્વારા સત્વરે પૂર્ણ કરવા આખરી નોટિસ ની બજવણી કરવા અને નોટિસ ની બજવણી બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં ન આવે તો તેની ડિપોઝિટ જપ્ત કરી બ્લેક લીસ્ટ માં મુકવા સભ્યોએ રજુઆત કરી હતી.તો શહેરીજનોની નવા બાંધકામ ની મંજુરી માટે રજા ચિઠ્ઠી માટે પડતી મુશ્કેલી નિવારવા પાલિકા દ્વારા સત્વરે કાર્યવાહી કરવા માટે પણ રજુઆત કરાતા આ મામલે પણ કારોબારી કમિટી એ હકારાત્મક નિર્ણય કર્યો હતો.
શહેરમા ભૂગર્ભ ગટર ની ઉદ્ભવેલી સમસ્યા નું કાયમી નિરાકરણ લાવવા માટે પણ કડક વલણ અખત્યાર કરવા સુચન કરવામાં આવ્યું હતું. આ કારોબારી બેઠક માં બાંધકામ, વાહન શાખા, સ્વચ્છતા શાખા સહિતના વિકાસ કામો મળી કુલ 24 જેટલા એજન્ડા પર નાં કામોની ચચૉ વિચારણા કરી મોટાભાગના કામો મંજૂર કરવામાં આવ્યા હતા તો કેટલાક કામો મંજૂર કરી સામાન્ય સભામાં વંચાણે લેવાનું સવૉનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.તો વધારા 7 જેટલા વિકાસ કામો ને પણ વંચાણે લઈ મંજુર કરાયા હતા. પાટણ નગરપાલિકાની સોમવાર નાં રોજ મળેલી કારોબારી ની બેઠકમાં કારોબારી ચેરમેન અરવિંદભાઇ પટેલ,ચિફ ઓફિસર સંદિપભાઈ પટેલ,ઓએસ જય રામી સહિતના સભ્યો સાથે પાલિકાની વિવિધ શાખાના અધીકારીઓ, કમૅચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.