તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરૂ કરી છે. પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે ઉમેદવાર નક્કી કરવા માટે કવાયત ચાલી રહી છે જેમાં 27 બેઠક પર કોંગ્રેસના સિંગલ ઉમેદવાર છે. 5 બેઠકો પર એકથી વધુ ઉમેદવાર હોવાથી પેનલ બને તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ભાજપે તમામ 32 બેઠકો પર ચાર દાવેદારોની પેનલ તૈયાર કરી છે. હાલમાં ઉમેદવારોની પસંદગીને લઇ રાજકારણ ગરમાયું છે. કઈ બેઠક પર કોણ આવશે તેની અટકળો બંને પક્ષોમાં ચાલી રહી છે.
જો કે, કોંગ્રેસમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ હોય તેવી સ્થિતિ છે. કારણ કે 27 બેઠક પર સિંગલ ઉમેદવાર છે જ્યારે 5 બેઠકો પર ટિકિટ માટે દાવેદારોમા લોબીગ ચાલી રહ્યું છે. માકા બેઠક પર 3, મેસર બેઠક પર 6, વામૈયા બેઠક પર 5, સાંપ્રા બેઠક પર 4 તેમજ કુવારા બેઠક પર 6 દાવેદારો છે. સાંપ્રા અને કુવારા બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત બેઠક છે અને જિલ્લા પંચાયત સમિતિ બેઠક પણ અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત બેઠક હોવાના કારણે આ બેઠક પર ટિકિટ લેવા માટે દાવેદારોએ પકડ પકડી રાખી છે. જ્યારે અન્ય 3 બેઠકો પર જ્ઞાતિવાદી સમીકરણોના કારણે ઉમેદવારો વધારે છે.
આ પાંચયે બેઠક પર સિંગલ દાવેદાર થાય તે માટે કોંગ્રેસના આગેવાનો દાવેદારોને સમજાવવા માટે ના પ્રયત્નો ચાલી રહ્યા છે. સમજાવવા છતાં દાવેદારો ટસનામસ નહીં થાય તો છેવટે પેનલ બનાવી પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારની પસંદગી માટે મોકલવામાં આવશે. જ્યારે ભાજપે તમામ 32 બેઠકો પર ચાર દાવેદારોની પેનલ બનાવી દીધી છે આ પેનલ પાર્લામેન્ટરી બોર્ડમાં મુકવા માટે તૈયારી કરી દેવામાં આવી છે
પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર નક્કી કરશે. પરંતુ આ વખતે હોદ્દો ધરાવતા નેતાઓ 60 વર્ષથી વધુ ઉંમરના અને નેતાઓના સગાવહાલા તેમજ એ સતત ત્રણ ટર્મથી ચૂંટાતા આગેવાનોને ટિકિટ ન આપવાના નીતિ નિયમો ના કારણે ઘણાની ટીકીટ કપાય તેવી પરિસ્થિતિ છે. ત્યારે આ વખતે કોને ટિકિટ મળશે અને કોને નહીં મળે તે બાબતે ખુદ ભાજપના નેતાઓ જ અવઢવમાં છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.