તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્દ્રીય બજેટમાં રિયલ એસ્ટેટને ઠેગો:પાટણ શહેરમાં મધ્યમ વર્ગના લોકોને સસ્તા મકાનની આશા ઠગારી નિવડી

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જાહેર થયેલા કેન્દ્રીય બજેટમાં રિયલ એસ્ટેટને ઠેગો

પાટણમાં આવાસો અને એફોર્ડેબલ મકાનોની જરૂરિયાત વધી રહી છે પરંતુ સરકારના બજેટમાં જીએસટીમાં મોટી રાહત ન મળતા આગામી સમયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સિવાય અન્ય ખાનગી સસ્તા મકાનોની આશા રાખીને બેઠેલાને નિરાશ થવું પડશે કેમકે શહેરમાં હાલમાં રૂપિયા 13 થી 15 લાખ સુધીના સસ્તા આવાસ મળી રહ્યા છે અને તે પણ શહેરની બહારના વિસ્તારમાં હવે આનાથી વધારે સસ્તા આવાસ મળી શકે તેવી શક્યતા નથી તેવો મત રિયલ એસ્ટેટના સુત્રોએ વ્યક્ત કર્યો હતો.

રીયલ એસ્ટેટ ના સૂત્રોના જણાવ્યા મુજબ કિફાયતી, સસ્તા મકાનો માટે 1.50 લાખ સુધીની હોમલોન વ્યાજ છૂટ અપાઈ છે જેના લીધે એફોર્ડબલને થોડો વેગ મળશે.સ્ટીલ માં ડ્યુટી ઘટવાથી જે ભાવ ઘટે તેનાથી થોડી રાહત મળશે.જોકે સિમેન્ટ સહિતના રો મટિરિયલ પર 28% GST અને પ્રોપર્ટી ના વેચાણ પર 12% GST વસુલવામાં આવે છે જ્યારે સ્ટેમ્પ ડ્યુટી તો અલગથી વસુલાય છે.આમ બેવડા ટેક્ષના બદલે 18% GST ની અમારી આશા આ બજેટ માં પૂર્ણ થઈ નથી તેમ ક્રેડાઈ પાટણના ચેરમેન હિતેશ.એન.ઠક્કરે જણાવ્યું હતું.

શહેરમાં આવાસોની કિંમત ઉચકાઈ રહી છે
પાટણ શહેરમાં ડીસા, સિધ્ધપુર, ઊંઝા, ચાણસ્મા તરફના હાઈવે તેમજ ઉત્તર પાટણ વિસ્તારમાં ટીપી સ્કીમ વિસ્તારમાં સોસાયટીઓ અને અન્ય આવાસોની યોજનાઓ બની રહી છે પરંતુ વર્ષો વર્ષ ખાનગી આવાસોની કિંમત મોંઘી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો