અંતિમ ઘડીની ખરીદી:પાટણ શહેરમાં દિવાળીના દિવસે પણ બજારોમાં ધૂમ ખરીદી થતી જોવા મળી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વનવાસ અને રાવણ વધ બાદ ભગવાન શ્રી રામનું અયોધ્યામાં આગમન થયું હતું તે દિવસ એટલે દિપોત્સવ, અયોધ્યવાસીઓ દ્વારા દીવડા પ્રગટાવીને ખુશીઓ પ્રગટ કરી હતી. જે દર વર્ષે આ પર્વ રૂપે ઉજવાઈ રહ્યું છે. જેમાં ધનતેરસના દિવસ અને રાત્રીના મુહૂર્તોમાં ધનપૂજન અને લક્ષ્મીપૂજન કરાયા પ્રસંગે દર્શન ઉપરાંત તંત્ર મંત્રની સાધના પણ કરવામાં આવી હતી.સાથે દીપાવલી પર્વને લઇ ઉત્સાહ પૂર્ણ માહોલ બની રહ્યો હતો.

કાળીચૌદશે બજારમાં ખરીદીનો માહોલ રહ્યો હતો. દીપાવલીની ઉજવણી માટે વાઘબારસ અને ધનતેરસના રોજ ખરીદી ન કરી શકેલા શહેરી અને ગ્રામીણ લોકોનો શહેરના બજારોમાં જોવા મળ્યો હતો. ફુટવેર રેડીમેડ તેમજ લાઇટ ડેકોરેશનની ચીજ વસ્તુઓની માંગ રહી હતી. દિવાળીના અવસરે છેલ્લા દિવસે મોટે ભાગે શહેરી વિસ્તારની ઘરાકી દુકાનોમાં રહી હતી.

અન્ય સમાચારો પણ છે...