ધરપકડ:ચાણસ્મા શહેરમાં તળાવ કાંઠેથી ચાર જુગારી ઝબ્બે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રૂ.10000ના મુદ્દામાલ કબ્જે લેવાયો

ચાણસ્મા શહેરમાં જુગાર રમતાં ચાર શખ્સો ઝડપાયા હતા. પોલીસે જુગાર સાહિત્યના મુદ્દામાલ સાથે ઝડપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ચાણસ્મા શહેરના લાલેશ્વર મહાદેવના મંદિરથી આગળ આવેલા તળાવના કાંઠે હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે સોમવારે બપોરે રેડ કરી હતી.

રેડ દરમ્યાન જુગાર રમતા રોકડ રૂ.10300 એક મોબાઇલ એક રૂ.500 મળી કુલ રૂ.10800 સાથે ચાર શકુનીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ સરદાર ઘંટીસિંગ નારસિંગ, દેવીપૂજક કિરણભાઇ મફાભાઇ, દેવીપૂજક અજયભાઇ દલસુખભાઇ અને દેવીપૂજક જોત્સનાબેન વિજયભાઇ રહે.તમામ ચાણસ્મા સામે ચાણસ્મા પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...