પાટણની સેસન્સ કોર્ટે ચેક રિટર્નના એક કેસમાં નિચલી કોર્ટનાં સજાનાં હુકમનો અમલ મોકુફ કરી કેટલીક શરતોને આધિન રહીને રૂા.15000નાં સધ્ધર જામીન પર મુક્ત કરવાનો આદેશ કરીને આરોપીની સજા સામેની અપિલને મંજુર કરી હતી. આ કેસની મળતી માહિતી મુજબ, સરસ્વતી તાલુકાનાં રવિયાણાનાં ટ્રાન્સપોર્ટનાં એક વેપારી તોફીકભાઇની સરસ્વતી કોર્ટનાં મેજિસ્ટ્રેટ નેગોરિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અંતર્ગત દોષિત વર્ષની સાદી કેદની સજા તથા રૂ।.12,22,500ની રકમનું ફરીયાદી અબ્દુલગનીને વળતર ચૂકવાનો આદેશ કર્યો હતો. જે હુકમથી નારાજ થયેલા સજા પામેલા આરોપી તૌફીકભાઇએ પાટણની સેસન્સ કોર્ટમાં અપિલ કરે નિચલી કોર્ટનો હુકમ રદ કરવા રજુઆત કરી હતી.
જે અપિલ પાટણનાં સેસન્સ જજ એન.એસ. પ્રજાપતિ સમક્ષ ચાલી જતાં તેમણે બંને પક્ષોની રજુઆત સાંભળી આરોપીની અપિલ મંજુર કરી હતી. તેને રૂા.15000નાં જામીન પર મંજુર કરી સરસ્વતી કોર્ટનાં સજાનાં હુકમનો અમલ મોકુફ રાખી આ અપિલનાં આખરી નિકાલ દરમ્યાન આરોપીને કેટલીક શરતોને આધિન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ શરતો એવી હતી કે, આરોપીએ રૂ।.12,22,500નાં 20 ટકા એટલે કે રૂા. 2,45,500ની રકમ નીચેની કોર્ટમાં જમા કરાવેથી જામીન પર મુક્ત કરવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.