નોટિસ:પાટણમાં હાઈરાઈઝ બિલ્ડિંગ ફાયર NOC મામલે 20 હોસ્પિટલોમાં રીન્યૂઅલ માટે નોટિસો ફટકારાઇ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ફાયર શાખા દ્વારા અગાઉની એનઓસી રીન્યુ કરવા માટે હોસ્પિટલને નોટિસ

પાટણ શહેરમાં આવેલ હાઈ રાઈઝ બિલ્ડીંગ હોસ્પિટલો અને સંસ્થાઓમાં ફાયર સેફ્ટી એનઓસી આપવાની અને રીન્યુ કરવાની કામગીરી ચૂંટણી પૂરી થયા પછી ફાયર શાખા દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં અગાઉની એનઓસી રીન્યુ કરવા માટે 20 જેટલી હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે.

પાટણ શહેરમાં 57 જેટલી હોસ્પિટલો ફાયર સેફ્ટી એનઓસી મેળવવા પાત્ર થતી હતી જેમાં પ્રથમ તબક્કાની નોટિસો પછી ફાયર સેફટી સુવિધા થઈ જતા એનઓસી આપવામાં આવી હતી હવે રીન્યુઅલ માટે 20 જેટલી હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે .15 હોસ્પિટલ ને હવે આપવામાં આવશે. આ સિવાય હાઇરાઇઝ બિલ્ડીંગની વ્યાખ્યામાં સરકારના નિયમ અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર તેમજ ત્રણ મજલાની બિલ્ડીંગ ગણતરીમાં આવી જાય છે .પાટણ શહેરના તમામ 14 રેસિડેન્સીયલ વિસ્તારો એનઓસી મેળવવા પાત્ર થાય છે. કુલ 17 પૈકી ત્રણ બિલ્ડિંગમાં એનઓસી પ્રક્રિયા પૂરી થઈ છે, બાકીની બિલ્ડીગોમાં નવી નોટિસ આપવામાં આવશે.આ ઉપરાંત શહેરમાં 50 જેટલી શાળા કોલેજો આવેલી છે જે દરેકને ફાયર સેફટીની સુવિધા કરવાની થાય છે આ પૈકી એનઓસી મેળવવા પાત્ર પ્રાથમિક માધ્યમિક શાળાઓ અને કોલેજો 24 છે, જેમાં સો ટકા કામગીરી થઈ છે.

પ્રથમ એનઓસી ત્રણ જ્યારે રીન્યુઅલ બે વર્ષ માટે અપાશે
જિલ્લા ફાયર ઓફિસર સ્નેહલ મોદીએ જણાવ્યું હતું કે પરિપત્ર મુજબ 2021 -22 માં એનઓસી આપવામાં આવેલી હોય અને જો રીન્યુઅલ 2022 માં આવતું હોય તેની એનઓસી મા એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ રીન્યુ કરવાનું હોય છે . જાહેરનામાની તારીખ પછીથી ઈશ્યુ થયેલ નવી પ્રથમ ફાયર સેફ્ટી સર્ટિફિકેટની ત્રણ વર્ષ માટે જ્યારે એનઓસી રીન્યુઅલમાં હશે તો તે બે વર્ષ માટે આપવામાં આવશે. ઈસ્યું થયાની તારીખથી ગણવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...